ઐશ્વર્યા રાય હવે કટપ્પા સાથે કરશે હૉટ રૉમેન્સ, આ ફિલ્મમાં કામ કરવા થઇ તૈયાર, જાણો વિગતે
abpasmita.in | 19 Apr 2019 12:30 PM (IST)
હવે ફિલ્સ સાથે જોડાયેલી બીજી વાત સામે આવી છે. કહેવાઇ રહ્યુ છે કે, ઐશ્વર્યા 'પોન્નિની સેલ્વમ' ફિલ્મમાં સાઉથ સ્ટાર એટલે કે કટપ્પા પણ દેખાશે
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનને લઇને હવે મોટી ખબર સામે આવી છે, એક્ટ્રેસ સાઉથ ફિલ્મના ડાયરેક્ટર મણિરત્નમ સાથે કામ કરવાની તૈયાર થઇ ગઇ છે. ઐશ્વર્યા રાય મણિરત્નમની અપકમિંગ ફિલ્મ 'પોન્નિની સેલ્વમ'માં લીડ રૉલ માટે હા પાડી દીધી છે. 'પોન્નિની સેલ્વમ' એક તામિલ ઉપન્યાસ પર આધારિત સ્ટૉરી હશે. હવે ફિલ્સ સાથે જોડાયેલી બીજી વાત સામે આવી છે. કહેવાઇ રહ્યુ છે કે, ઐશ્વર્યા 'પોન્નિની સેલ્વમ' ફિલ્મમાં સાઉથ સ્ટાર એટલે કે કટપ્પા પણ દેખાશે. ઐશ્વર્યા ફિલ્મમાં કટપ્પા સાથે રૉમેન્સ કરશે, ઇશ્ક ફરમાવશે. ઉલ્લેખનીય છે કે, સત્યરાજને એસએસ રાજામૌલીની ફિલ્મ 'બાહુબલી'માં કટપ્પાનો રૉલ મળ્યો હતો, જેને ફેન્સના દિલ જીતી લીધા હતા.