✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ છે 'કટપ્પા'ની પુત્રી, બાહુબલીને કેમ માર્યો તે રહસ્ય અંગે શું કહ્યું ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 May 2017 02:45 PM (IST)
1

દિવ્યાએ કહ્યું કે, તે બાહુબલી-2 જોઇ ચૂકી છે અને હવે તે રાજને જાણી ચૂકી છે કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો. દિવ્યાએ કહ્યું કે હવે તે પોતાના દાદા-દાદી સાથે બીજીવાર આ ફિલ્મ જોવા જશે.

2

દિવ્યાએ કહ્યું કે, બાળપણથી મારા પિતા તેમની તમામ ફિલ્મોની સ્ક્રિપ્ટ પરિવારમાં સંભળાવતા હતા અને તેના પર મારી માતા, ભાઇ અને મારી સલાહ લેતા હતા પરંતુ મારા પિતાએ ક્યારેય પણ બાહુબલી અંગે પરિવારમાં કોઇ વાત કરી નહોતી.

3

તેમણે કહ્યુ કે, અમે અનેકવાર આ સવાલના રાઝ અંગે અંદાજ લગાવતા હતા અને મારા પિતા તેને સાંભળીને સ્માઇલ આપી હંમેશા તેને ટાળતા રહેતા હતા. દિવ્યાએ કહ્યું કે, પ્રથમ ફિલ્મની રેકોર્ડતોડ કમાણી બાદ અમને પૂરો વિશ્વાસ હતો કે બાહુબલીનો બીજો પાર્ટ પણ નવો રેકોર્ડ સ્થાપિત કરશે.

4

એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સત્યરાજની દીકરી દિવ્યા સત્યરાજે જણાવ્યું કે, બાહુબલી-2 ફિલ્મ રીલિઝ થયા અગાઉ ઓનસ્ક્રીન કટપ્પા એટલે કે તેમના પિતા સત્યરાજે પોતાના પરિવારના કોઇ પણ વ્યક્તિને કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેનું કારણ જણાવ્યું નહોતું.

5

મુંબઇઃ બાહુબલીઃ ધ કન્ક્લૂઝનએ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મને જોયા બાદ લોકોને એ સવાલનો જવાબ મળી ગયો છે કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો. બાહુબલીના પ્રથમ પાર્ટ જોયા બાદ સૌ કોઇ આ સવાલનો જવાબ મેળવવા માંગતા હતા પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે કટપ્પાની ભૂમિકા નિભાવનારા એક્ટર સત્યરાજે આ રાઝને પોતાના પરિવાર અને પોતાની દીકરીથી પણ છૂપાવી રાખ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • આ છે 'કટપ્પા'ની પુત્રી, બાહુબલીને કેમ માર્યો તે રહસ્ય અંગે શું કહ્યું ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.