✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતઃ યુવકને નેપાળી યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીએ પૈસા રળવાનો એવો રસ્તો બતાવ્યો કે.............

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 May 2017 12:00 PM (IST)
1

મનીષા ગરનાળા પાસે પાનનો ગલ્લો ધરાવતા બે ભાઈઓને આ નકલી પીએસઆઈએ ખૂબ માર માર્યો હતો. માર માર્યા બાદ જો રાત્રિના મોડે સુધી ગલ્લો ખુલ્લો રાખવો હોય તો દર મહિને હપ્તો આપવો પડશે તેમ કહીં તેણે હપ્તો પણ બાંધી લીધો હતો. આ રીતે તેણે બીજા કેટલાને ખંખેર્યા તેની તપાસ ચાલુ છે.

2

સુરત: સુરતમાં એક નેપાળી યુવતી સાથેના સંકેસ સંબંધોમાં ખુવાર થયેલા નકલી પીએસઆઈ કિરીટ રાવળિયાનો રસપ્રદ કિસ્સો બહાર આવ્યો છે. કિરીટ રાવળિયા પ્રેમિકાના કહેવાથી નકલી પીએસઆઈ બનીને લોકોને ખંખેરતો ને રૂપિયા પ્રેમિકાને આપતો. નેપાળી યુવતી ભાગી ગઈ ને તેણે હવે જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો છે.

3

નકલી પીએસઆઈની પૂછપરછમાં એવી વિગતો બહાર આવી છે કે, પોલીસમાં ભરતી કરવાની લાલચ આપીને તેણે રૂપિયા તો ખંખેર્યા જ પણ ઇમ્પોર્ટેડ દારૂ પણ એ યુવાનોના ખર્ચે જ પીધો હતો. આ રીતે તે લાખો રૂપિયાનો ઇમ્પોર્ટેડ દારૂ પી ગયો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.

4

નેપાળી યુવતી આ બધા રૂપિયા લઈને પોતાની માતા સાથે નેપાળ જતી રહી. પરિણામે નકલી પીએસઆઈ ન ઘરનો રહ્યો, ન ઘાટનો. બીજી તરફ જેમની પાસેથી પૈસા લીધા હતા તેમણે દબાણ શરૂ કર્યું. ક્યાંકથી તેમને ખબર પડી કે કિરીટ તો નકલી પીએસઆઈ છે તેથી તેમણે પોલીસ ફરિયાદ કરી. પોલીસે તરત કિરીટને ઝડપી લીધો.

5

કિરીટના પિતાને તેના ગોરખધંધાની જાણ થતાં તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. તે પછી યુવતી અને કિરીટ સાથે રહેવા લાગ્યાં. દરમિયાનમાં યુવતી કેટલાક યુવકોને લઈ આવી. આ યુવકો લાંચ આપીને પીએસઆઈની ભરતીમાં સફળ થવા માંગતા હતા. કિરીટે તેમની પાસેથી 15 લાખ રૂપિયા લઈને યુવતીને આપી દીધા.

6

રૂપિયા મળતાં જ લિવ ઈનમાં રહેતી નેપાળી યુવતીએ પોત પ્રકાશ્યું. પહેલાં તો તેણે કિરીટનો ભાંડો ફોડવાની અને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી. યુવતીએ તેની સાથે નથી રહેવું એવું કહીને પાંચ લાખ રૂપિયા માંગ્યા. બિકના માર્યા કિરીટે તેનું મોં બંધ રાખવા પોતાની પાસેથી પાંચ લાખ રૂપિયા આપવા પડ્યા.

7

આ કિસ્સાની વિગત એવી છે કે 26 વર્ષીય કિરીટ દેવેન્દ્ર રાવળિયા નામનો આ યુવક યુવાન અગાઉ ટેક્સટાઈલ માર્કેટમાં પોટલાં ઉંચકવાની મજૂરી કરતો હતો. તે વખતે એક નેપાળી યુવતી સાથે આંખ મળી ગઈ હતી. ધીમે ધીમે પ્રેમ પાંગર્યો હતો. પછીથી આ પ્રેમ સેક્સ સંબંધોમાં પરિણમ્યો હતો.

8

કિરીટ નેપાળી છોકરી પાછળ પાગલ થયેલો. તેને રોજ મળતો ને બંને એકબીજામાં ખોવાઈ જતાં. નેપાળી યુવતીએ તેને નકલી પીએસઆઈ બનીને લોકોને ખંખેરવાની સલાહ આપી. કિરીટે પ્રેમિકાની વાત માનીને વરદી ખરીદી અને નકલી પીએસઆઈ બનીને લોકો પાસેથી નાણાં ઉઘરાવી આ નેપાળી યુવતી પાછળ ઉડાડવા માંડ્યો.

  • હોમ
  • સુરત
  • સુરતઃ યુવકને નેપાળી યુવતી સાથે બંધાયા સેક્સ સંબંધ, યુવતીએ પૈસા રળવાનો એવો રસ્તો બતાવ્યો કે.............
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.