કૌન બનેગા કરોડપતિનો ગઈકાલનો શો ઘણો મજેદાર રહ્યો. ત્યાં મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે. મોહિતાને 1 કરોડ રૂપિયા જીત્યા બાદ 7 કરોડ રૂપિયાનો સવાલ કરવામાં આવ્યો. જેનો જવાબ તેને ખબર ન હતી. શું તમે જાણો છો આ 7 કરોડના સવાલનો જવાબ- મુંબઈમાં વાડિયા ગ્રુપ દ્વારા નિર્મિત આમાંથી ક્યા જહાજને 1817માં લોન્ચ કરવામાં આવ્યું હતું જે બ્રિટેનનું સૌથી જૂનું હાલનું વોરશીપ છે.


આ સવાલના ઓપ્શન હતા A. એચએમએસ મિંડેન, B. એચએમએસ કોર્નાવોલિસ, C. એચેમએસ ત્રિંકોમાલી, D. એચએમએસ મિની. મોહિતાને આ સવાલનો જવાબ ખબર ન હતી માટે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. તેનો સાચો જવાબ હતો - એચએમએસ ત્રિેંકોમાલી.

હિમાચલ પ્રદેશની મોહિતા શર્મા બીજી કરોડપતિ બની ગઈ છે. તમને જણાવીએ કે, મોહિતા શર્મા એક આઈપીએસ અધિકારી છે અને તે જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ છે. આઈપીએસ અધિકારી મોહિતા શર્માનો જન્મ હિમાચલના કાંગડામાં થયો છે. તેમણે અભ્યાસ દિલ્હીમાં કર્યો છે.

તેમના પિતા દિલ્હીની મારૂતિ કંપનીમાં કામ કરતા હતા. જ્યારે મોહિતાના માતા એક સારી ગૃહિણી છે. મોહિતાએ યૂપીએએસી તૈયારી કરી ત્યાર બાદ તે 2017 બેચની આઈપીએસ અધિકારી બની ગયા. આજકાલ તે જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ છે. મોહિતાના લગ્ન જમ્મુ કાશ્મીરના ફોરેસ્ટ સર્વિસ ઓફિસર રૂશલ ગર્ગ સાથે થયા છે.