પોતાની બૉલ્ડ યોગા તસવીરને લઇને ટ્રૉલ થઇ આ એક્ટ્રેસ, ફેન્સ બોલ્યા- બહેન આ શું કરી રહી છો
abpasmita.in | 28 May 2019 12:11 PM (IST)
તસવીરોમાં કવિતા હૉટ યોગા કરતી દેખાઇ રહી છે. કવિતાની આ તસવીર એટલી બૉલ્ડ છે કે કેટલાક લોકો તેની પ્રસંશા કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેને ટ્રૉલ કરી રહ્યાં છે
મુંબઇઃ પૉપ્યૂલર ટીવી એક્ટ્રેસ કવિતા કૌશિક પોતાના હૉટ યોગાને લઇને હાલમાં ઇન્ટરનેટ પર ખુબ ચર્ચામાં છે. તેને સોશ્યલ મીડિયા પર એક જબરદસ્ત તસવીરો પૉસ્ટ કરી છે જેમાં તે હૉટ યોગા કરતી દેખાઇ રહી છે. કવિતાની આ તસવીર એટલી બૉલ્ડ છે કે કેટલાક લોકો તેની પ્રસંશા કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેને ટ્રૉલ કરી રહ્યાં છે. ટીવીની 'ચંદ્રમુખી ચૌટાલા' તરીકે જાણીતી થયેલી કવિતા કૌશિકે તાજેતરમાં જ એક યોગાસનનો હૉટ ફોટો શેર કર્યા છે. જેમાં તે પોતાના પગ અને હાથને એકબીજા સાથે વીંટાળાવીને ઉટપટાંગ આસાનો કરી રહી છે. કેટલાક ફેન્સ આ તસવીરને લઇને કવિતાને ટ્રૉલ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યુ કે, તમારા અંદર હાડકા છે કે નહીં, કમાલ છે તમારી ડેડિકેશન. બીજા યૂઝરે લખ્યુ- આ શું કરી રહી છો બહેન.