ગાંધીનગર: લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો જીતી લીધી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં આત્મમંથન ચાલી રહ્યું છે. એવા સમયમાં કોંગ્રેસની ટીકિટ પર વિધાનસભા ચૂંટણી જીતેલા અને લોકસભા ચૂંટણીની બરાબર પહેલા કોંગ્રેસને બાય-બાય કરી દીધું હતું.

જોકે સોમવારે અચાનક રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. અલ્પે ઠાકોર અને નીતિન પટેલ વચ્ચે લગભગ 20 મીનિટ સુધી વાતચીત ચાલી હતી. જોકે નીતિન પટેલ અને અલ્પેશ ઠાકોર વચ્ચે કયા મુદ્દે વાતચીત ચાલી તે જાણવા મળ્યું નથી. અલ્પેશ ઠાકોર રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. આ ઉપરાંત અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યાં હતાં.

નોંધનીય છે કે, 6 મેએ અલ્પેશ ઠાકોરના અમદાવાદના રાણીપના નવા ઘરના વાસ્તુ પ્રસંગમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહે હાજરી આપી હતી. અલ્પેશ ઠાકોર અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચેની મુલાકાતની તસવીર વાયરલ થઈ છે.