KBC 10: 7માં ધોરણનો આ જવાબ ના આપી શકી IAF ઓફિસર, 12.50 લાખ લઇને છોડી દીધી ગેમ
કૌન બનેગા કરોડપતિ પહેલો ભારતીય રિયાલિટી ક્વિઝ શૉ છે જે આટલો બધો પૉપ્યૂલર થયો.
હવે શૉના બીજા કન્ટેસ્ટન્ટ સોમેશ ચૌધરી નેક્સ્ટ એપિસૉડમાં રમશે.
શૉની પહેલી કન્ટેસ્ટન્ટ સોનિયા 12.50 લાખની રકમની સાથે શૉને ક્વિટ કરી દીધો હતો.
આ હતો સવાલઃ--- બહાદર શાહ ઝફરને 1857માં બ્રિટિશો દ્વારા ક્યાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો? આ પ્રશ્ન 7માં ધોરણના બાળકોના પુસ્તકનો છે.
આ સવાલ સુધી આવતા આવતા તેની બધી લાઇફલાઇનો પણ પુરી થઇ ચૂકી હતી.
સોનિયાએ બધા પ્રશ્નોના સાચા જવાબ આપ્યા પણ 25 લાખના સવાલ પર આવીને તે અટકી ગઇ.
નવી દિલ્હીઃ પૉપ્યૂલર રિયાલિટી ક્વિઝ શૉ 'કૌન બનેગા કરોડપતિ'નું પ્રસારણ સોની ટીવી પર 3 ડિસેમ્બરથી સોમવારે રાત્રે 9 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવ્યું છે. સોનિયા યાદવ પહેલી કન્ટેસ્ટન્ટ તરીકે શૉમાં પહોંચી. ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ કન્ટેસ્ટન્ટમાં સોનિયા એકમાત્ર કન્ટેસ્ટન્ટ બની, જેને પ્રશ્નોનો યોગ્ય જવાબ આપ્યો હતો. રેવાડી, હરિયાણાની સોનિયા આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવે છે, જેની ત્રણ પેઢીઓ સેનામાં રહી છે.