ન્યૂઝ એજન્સી UNIની એક ખબર પ્રમાણે ઋષિરાજ સિંહે કહ્યું કે, 'મે જિજ્ઞાસાવશ મારા મિત્ર ડો ઉમાદથનને શ્રીદેવીનાં મોત અંગે પુછ્યુ હતું. પણ તેનાં જવાબે મને હચમચાવી દીધો છે. તેણે મને કહ્યું કે, તે આ આખા કેસને ખુબજ નજીકથી સ્ટડી કરી રહ્યો હતો. આ કેસમાં રિસર્ચ સમયે તેને ઘણી પરિસ્થિતિઓ એવી બનતી વિચારી કે જેનાંથી સ્પષ્ટ થઇ રહ્યું હતું કે, આ એક એક્સિડન્ટથી થેયલું મોત નથી. અહીં સુધી કે રિસર્ચ દરમિયાન ઘણાં પૂરાવા પણ જોવા મળ્યાં, જેનાંથી શ્રીદેવીનું મોત મર્ડર છે તેવી સંભાવના બને છે.'
ઋષિરાજે એક લેખ લખ્યો હતો એમા પણ આ ક્રાઈમ માસ્ટર વિશે ઉલ્લેખ કર્યો હતો. ઋષિરાજે લખ્યું હતું કે, મારા મિત્રએ જણાવ્યું કે કોઈ પણ નશામાં ધુત માણસ કોઈ પણ પરિસ્થિતિમાં લગભગ એક ફુટ ઉંડા બાથટબમાં ડુબી ન શકે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે 24 ફ્રેબુઆરીનાં રોજ દુબઈની એક હોટલમાં શ્રીદેવીનું મોત થયું હતું. ત્યારે એના મોતનું કારણ એક દુર્ઘટનાં તરીકે બતાવવામાં આવ્યું હતું.
જેલ ડીજીપીએ પોતાનાં મિત્રનાં હવાલે લેખમાં લખ્યું છે કે, આ સંભવ જ નથી કે કોઈ એક ફુટ ઉંડા બાથટબમાં ડુબીને મરી જાય. આગળ જણાવ્યું કે વગર કોઈ દબાણે માણસના પગ અને માથું એક ફુટ ઉંડા બાથટબનાં ડુબી ના શકે. દોસ્તનો દાવો છે કે કોઈએ એનાં બંન્ને પગ પકડ્યાં હતા અને જબરદસ્તી તેનાં માથાને પાણીમાં ડુબાડવામાં આવ્યું કે જેનાં લીધે તેનું મોત થયું.
જો કે ડીજીપી જે દોસ્તનાં હવાલે આ વાત કરી રહ્યાં છે એનું બુધવારે 73 વર્ષની ઉમરે કેરળની એક હોસ્પિટલમાં મોત થયું છે. તે કેરળ સરકારનાં સૌથી ભરોસાપાત્ર માણસ હતા. એટલું જ નહીં પણ લીબીયાની સરકાર પણ આ પ્રકારનાં ક્રાઈમ મામલાનો ઉકેલ આ માણસ થકી જ લાવતી.