નવી દિલ્હી: Suzukiએ પોતાની લોકપ્રિય બાઈક New Gixxer 2019ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ નવા વર્ઝનની કિંમત થોડી વધારે છે. કંપનીએ આ બાઈકમાં એન્જીનથી લઈને કેટલાક મેકેનિઝમમાં અનેક ફેરફાર કર્યાં છે. જે પાછલા મોડલ કરતા બહેતર બનાવે છે.


ગત મોડલની શરૂઆતી કિંમત 88.390 રૂપિયા હતા. પરંતુ નવા અપડેટના કારણે આ બાઈકની કિંમત વધી ગઈ છે. કંપનીએ આ બાઈકમાં 155 ccની SOHC એરકૂલ્ડ એન્જીન આપ્યું છે. સાથે તેમાં ફ્યૂઅલ ઇન્જેક્ટર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.



આ નવુ એન્જીન BS-6 માનક અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. તેનું એન્જીન 14.8 PSનો પાવર અને 14 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીનમાં 6 અલગ અલગ સેન્સર લગાવવામાં આવ્યા છે. જેવા કે ઓક્સિજન સેન્સર, ઇનટેક એર પ્રેસર સેન્સર, ઇનટેક એર ટેમ્પ્રેચર સેન્સર, થ્રોટલ પોઝિશન સેન્સર, એન્જીન ટેમ્પ્રેચર સેન્સર અને ક્રેકશોફ્ટ સેન્સર.

આ સિવાય Suzuki Gixxer 155માં કંપનીએ નવા LED હેડલેમ્પ, LCD ઇંસ્ટ્રમેન્ટ ક્લસ્ટરનો પણ પ્રયોગ કર્યો છે. જે પહેલા કરતા શાનદાર લૂક બનાવે છે. આ બાઈકની એક્સ શો રૂમ કિંમત 1,00,212 રાખવામાં આવી છે.