નવી દિલ્હીઃ સોનાક્ષી સિંહા પોતાની નવી ફિલ્મ ખાનદાની શફારખાના (Khandaani Shafakhana)માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે વરૂણ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. મૂવીમાં સોનાક્ષીની ભૂમિકા એક sexologistની છે જે પોતાના અંકલના મોત બાદ તેનું સેક્સ ક્લિનિક ચલાવે છે. હાલમાં ફિલ્મનો એક નવો પ્રોમો રિલીઝ થયો છે જેમાં તે સેક્સને લઈને સમાજમાં જે મિથ જોડાયેલ છે તે તોડવા માગે છે. એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર પણ કર્યો છે.


સોનાક્ષીએ પોતાનાં સોશિયલ મીડિયામાં એક વીડિયો અપલોડ કર્યો છે અને જેનાં કેપ્શનમાં લખ્યું કે, હવે ખામોશ ન રહો અને વાત કરો. આખો વીડિયો જુઓ તો ખ્યાલ આવશે કે સોનાક્ષી કંઈ બોલી તો નથી રહી પણ સાઈડમાં લખેલું છે કે વાત તો કરો. ત્યારબાદ છેલ્લે લખ્યું કે હવે ઈલાજ થશે ખામોશીનો.

પોતાની આવી ભૂમિકાને લઈને સોનાક્ષીએ કહ્યું કે, મને હંમેશા ચેલેન્જિંગ રોલ કરવાનું વધારે પસંદ આવે છે. અને એવી ફિલ્મો કે હું એક ઓડિયન્સ તરીકે તેને જોઈ શકું. જેવી રીતે આ ફિલ્મ પર મારા પુરુષ મિત્રોનો મને રિવ્યું મળે છે એ મારા માટે સરપ્રાઈઝની વાત છે અને હું એનાથી ખુબ ખુશ છું. આગળ સોનાક્ષીએ કહ્યું કે મને આશા છે કે આ ફિલ્મથી અમે સોસાયટીમાં થોડો ઘણો બદલાવ જરૂર લાવીશું.