આઈપીએલ 2019ની 15મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 59 અને કૃણાલ પંડ્યાએ 32 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 8 બોલમાં 25 અને પોલાર્ડ 7 બોલમા 17 રન બનાવી અણનમ રહ્યા હતા. ચેન્નઇ તરફથી જાડેજા, બ્રાવો, દિપક ચહર, મોહિત શર્મા, ઇમરાન તાહિરે 1-1 વિકેટ લીધી હતી.
IPL 2019: ચેન્નઈની પ્રથમ હાર, મુંબઈનો 37 રને વિજય
abpasmita.in
Updated at:
03 Apr 2019 07:44 PM (IST)
NEXT
PREV
મુંબઈઃ આઈપીએલ 2019ની 15મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપરકિંગ્સ સામે 37 રને વિજય મેળવ્યો હતો. 171 રનના લક્ષ્યાંક સામે ચેન્નઈ 20 ઓવરમાં 8 વિકેટે 133 રન બનાવી શક્યું હતું. ચેન્નઈનો આઇપીએલની આ સિઝનમાં પ્રથમ પરાજય થયો છે. રાયડુ (00) અને વોટ્સન (05) સસ્તામાં આઉટ થતા ચેન્નાઈએ 6 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રૈના પણ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 16 રને આઉટ થયો હતો. ધોની અને જાધવે 54 રનની ભાગીદારી બનાવી બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ધોની 12 રને આઉટ થયો હતો. આ પછી જાડેજા પણ બીજા જ બોલે આઉટ થયો હતો. જાધવ 58 રને આઉટ થતા જીતની આશાનો અંત આવ્યો હતો. મલિંગા અને હાર્દિક પંડ્યાએ 3-3 વિકેટ ઝડપી હતી. આઈપીએલમાં મુંબઈની 100મી જીત હતી.
આઈપીએલ 2019ની 15મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 59 અને કૃણાલ પંડ્યાએ 32 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 8 બોલમાં 25 અને પોલાર્ડ 7 બોલમા 17 રન બનાવી અણનમ રહ્યા હતા. ચેન્નઇ તરફથી જાડેજા, બ્રાવો, દિપક ચહર, મોહિત શર્મા, ઇમરાન તાહિરે 1-1 વિકેટ લીધી હતી.
આઈપીએલ 2019ની 15મી મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે 43 બોલમાં 59 અને કૃણાલ પંડ્યાએ 32 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 8 બોલમાં 25 અને પોલાર્ડ 7 બોલમા 17 રન બનાવી અણનમ રહ્યા હતા. ચેન્નઇ તરફથી જાડેજા, બ્રાવો, દિપક ચહર, મોહિત શર્મા, ઇમરાન તાહિરે 1-1 વિકેટ લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -