મુંબઈ: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ માટે લીડ એક્ટ્રેસ ફાઇનલ થઇ ગઈ છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ કિઆરા આડવાણી કાર્તિક આર્યન સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 2007માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની સિક્વલ છે.


આ ફિલ્મને અનીસ બાઝમી ડિરેક્ટ કરવાના છે. ફિલ્મ ટી સિરીઝના બેનર હેઠળ પ્રોડ્યૂસ થવાની છે. ફિલ્મ આવતા વર્ષે 31 જુલાઈના રોજ રિલીઝ થશે. ઓરિજિનલ ‘ભૂલ ભુલૈયા’ ફિલ્મ રજનીકાંત સ્ટારર તમિળ હિટ ફિલ્મ ‘ચંદ્રમુખી’ની ઓફિશિયલ રિમેક હતી.


આ ફિલ્મ સિવાય કિઆરા ‘ગુડ ન્યૂઝ’ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, કરીના કપૂર અને દિલજિત દોસાંજ સામેલ છે. ઉપરાંત કિઆરા અક્ષય કુમાર સાથે ‘લક્ષ્મી બોમ્બ’ ફિલ્મમાં પણ દેખાવાની છે. કાર્તિક આર્યન ‘પતિ પત્ની ઔર વો’ની રિમેકના શૂટિંગમાં વ્યસ્ત છે. કાર્તિક ઈમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ -2’માં જોવા મળશે.