મહેન્દ્રસિંહ ધોનીના આંતરરાષ્ટ્રીય સ્તરે વિરામ લીધા બાદ પંત ટીમના મુખ્ય વિકેટકીપર તરીકે રમી રહ્યો છે પરંતુ તે સતત નિષ્ફળ સાબિત થઈ રહ્યો છે. બુધવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી બીજી ટી20માં પંત માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં રિષભ પતંની બેટથી 69 રન આવ્યા હતા, જ્યારે વનડે સીરીઝમાં પણ તે માત્ર 20 રન બનાવી શક્યો હતો.
એમએસ કે પ્રસાદનું માનવું છે કે પંત જેવા પ્રતિભાશાળી ખેલાડી સાથે ધીરજ રાખવાની જરૂર છે. પ્રસાદે એક અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસનને જણાવ્યું હતું કે, મે પહેલા જ વર્લ્ડકપલબાદ કહ્યું હતું કે પંત પર નજર રાખી રહ્યાં છે. તેની સાથે ધીરજ રાખવાની જરૂર છે. કારણ કે તેની પાસે પ્રતિભા છે.
પ્રસાદે કહ્યું કે, અમે પંતના વર્કલોડ પર પણ ધ્યાન આપી રહ્યાં છે. સાથે ત્રણેય ફોર્મેટ માટે વિકલ્પો પર પણ નજર રાખી રહ્યાં છે. ટેસ્ટમાં ઇન્ડિયા-એ માટે કેએસ ભરત સારુ પ્રદર્શન કરી રહ્યો છે. અમારી પાસે કિશન અને સેમસન છે. આજે સીમિત ઓવરોમાં ઇન્ડિયા-એ માટે સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.
પંતને લઈને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ સ્પષ્ટતા કરી ચુક્યા છે કે આ વિકેટકીપર બેટ્સમન પોતાની ભૂલને સતત કઈ રીતે પુનરાવર્તન કરી શકે અને જો એવું હોય તો તેણે આ ભૂલ ભોગવવી પડશે. સુનિલ ગાવસ્કર પણ કહી ચુક્યાં છે કે પંત સારુ પ્રદર્શન નહીં કરે તો સંજૂ સેમસન સર્વશ્રેષ્ઠ વિકલ્પ રહેશે. જો કે ટી20 વર્લ્ડકપ પહેલા પંતને વધુમાં વધુ તક આપવી જોઈએ.