બોલિવૂડના બાદશાહ આજે તેમનો 56મો જન્મદિવસ મનાવી રહ્યાં છે. શાહરૂખ બોલિવૂડના એ એક્ટ્રેસમાં સામેલ છે. જેમને મહેનત અને લગનથી તેમની એક અલગ ઓળખ બનાવી છે. શાહરૂખ ખાનના ફેન ફ્લોઇંગની સંખ્યા બહુ મોટી છે. આજે પણ તેમના જન્મ દિવસે મન્નતમાં મોટી સંખ્યામાં તેના ફેન્સની ભીડ જામે છે. તેઓ છત પરથી ફેન્સનું અભિવાદન કરે છે.


શાહરૂખ ખાનની જેમ તેના ઘર મન્નત પણ એટલું જ મશહૂર છે. મન્નત કોઇ જન્નતથી કમ નથી. મન્નતનું નામ વિલા વિએન હતું. શાહરૂખે તેમના કરિયરની શરૂઆતમાં આ બંગલો 13 કરોડ-32 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આજે તેની કિંમત 200 કરોડની આસપાસ છે.


શાહરૂખનો બંગલો સી ફેસિંગ બાલ્કનીનો છે. તેનું ઇન્ટિરિયલ ગૌરી ખાને જ કર્યું છે. ગૌરીએ આ બંગલો 1920ના હિસાબે ડિઝાઇન કર્યો છે.


શાહરૂખ ખાને તેમના કરિયરની શરૂઆત ટીવી સિરિયલ સર્કસ અને ફૌજીથી કરી હતી. ત્યારબાદ તેમણે તેમની મહેનત, લગન અને અભિનય પ્રતિભાથી બોલિવૂડની દુનિયામાં નામના મળેવી. એક ઇન્ટરવ્યુમાં મન્નમ વેચવા વિશે પૂછવામાં આવ્યું હતું તો શાહરૂખ ખાને કહ્યું હતું કે મન્નત તેની સામે શિર ઝુકાવવાથી મળે છે.


શાહરૂખ ખાનના જન્મ દિવસ પર  સૌશિયલ મીડિયા દ્વારા તેમના પર શુભકામનાની વર્ષા થઇ રહી છે. આર્યન ખાનનની જામીન બાદ શાહરૂખનો બર્થ ડે આવતા પરિવાર હસી ખુશી જશ્ન મનાવી રહ્યો છે. આર્યન ખાનની જેલ દરમિયાન ઋત્ત્વિક રોશન, હંસલ મહેતા, સંજય ગુપ્તા, રાહુલ ઢોલકિયા,અલી ફઝલ સહિતની હસ્તીઓ તેમના સપોર્ટમાં આગળ આવી હતી. આર્યન શાહરૂખનો સૌથી મોટો પુત્ર છે. આ સિવાય તેને બે સંતાન છે, અબરામ અને સુહાના,