રોહિત શર્મા માટે ‘બાઝીગર’ના આ ગીત પર શાહરૂખ ખાન કરશે ડાન્સ, જાણો વિગત
મુંબઈઃ બોલીવુડના કિંગ ખાને કહ્યું છે કે તે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા માટે સુપરહીટ ફિલ્મ ‘બાઝીગર’ના યે કાલી કાલી આંખે પર ડાન્સ કરશે. શાહરૂખ ખાનની આ ફિલ્મના 25 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ 1993માં વિવિધ સિનેમાઘરોમાં સિલીઝ થઈ હતી. બાઝીગર દ્વારા શાહરૂખને બોલીવુડમાં નવી ઓળખ મળી હતી.
ફિલ્મના 25 વર્ષ થવા પર શાહરૂખે ટ્વિટ કરીને કહ્યું કે, બાઝીગરના 25 વર્ષ. આ ફિલ્મ મારા કરિયરને દર્શાવે છે. આ ફિલ્મે મને જીવન ભર અનેક સારા મિત્રો આપ્યા.
કિંગખાનના ટ્વિટ પર ભારતીય ટીમના બેટ્સમેન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી કે, આ મારી પણ પસંદગીની ફિલ્મો પૈકીની એક છે તેમાં કોઈ શંકા નથી. જેનો જવાબ આપતાં શાહરૂખ ખાને કહ્યું કે, આગામી આઈપીએલમાં તમારા માટે કાલી કલી આંખે પર સ્ટેડિયમમાં ડાન્સ કરીશ.
જેના પર રોહિત શર્માએ મજાકના અંદાજમાં ટ્વિટ કર્યું કે, તમે ઈડન ગાર્ડનના મેદાન પર આમ કરજો. જેથી કરીને હું અન્ય યાદોને પણ આ લિસ્ટમાં સામેલ કરી શકું.