નવી દિલ્હીઃ કિંગ્સ ઈલેવન પંજાબ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ની સેન્ટ લૂસિયા ફ્રેન્ચાઈઝીને ખરીદવાની તૈયારીમાં છે. જેથી કોલકાતા નાઈટ રાઈડર્સ પછી સીપીએલ ટીમને ખરીદનાર બીજી આઈપીએલ ટીમ બની જશે. કિંગ્સ ઈલેવન પંજાબની સહ માલિકી ધરાવતા નેસ વાડિયાએ સોમવારે કહ્યું કે, ‘અમે સીપીએલનો ભાગ બનવાના કરાર પર સહી કરવાના છીએ. અમે સેન્ટ લૂસિયા ફ્રેન્ચાઈઝીને ખરીદી રહ્યાં છે. માળકું અને કંપનીના નામ વિશે જાણકારી બીસીસીઆઈની સ્વીકૃતિ મળ્યા પછી આપવામાં આવશે.’


સેંટ લૂસિયાનું નેતૃત્વ વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ કેપ્ટન ડેરેન સેમી કરે છે. આઈપીએલની એક અન્ટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર (KKR)એ 2015માં ટ્રિનબાગો નાઈટ રાઈડર્સમાં હિસ્સો ખરીદ્યો હતો. જે સીપીએલની અત્યાર સુધીની સફળ ફ્રેન્ચાઇઝી છે અ ત્રણ વખત ખિતાબ જીતી ચુકી છે.


ટુર્નામેન્ટનમાં સેંટ લુસિયાએ સર્વશ્રેષ્ઠ દેખાવ 2016માં કર્યો હતો. ત્યારે ટીમ ચોથા સ્થાન પર રહી હતી. 2013થી શરૂ થયેલી સીપીએલ વિશ્વની જાણીતી ટી-20 લીગ પૈકીની એક છે.

નોંધનીય છે કે ટ્રિનબાગો નાઈટ રાઈડર્સ ટીમની માલિકીનો હક કેકેઆરના માલિક બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન અને જૂહી ચાવલા પાસે છે. જ્યારે પંજાબની સહ માલિક છે પ્રીતિ ઝિન્ટા. જો KXIP સીપીએલની ટીમ ખરીદશે તો આ બોલિવૂડ સ્ટાર્સની ટીમ સીપીએમમાં ટક્કર લેતી જોવા મળશે.