અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા જમીનથી આકાશ સુધીની સુરક્ષા કડક કરી દેવાઇ છે. તમામ સુરક્ષા એજન્સીઓ હાલ કામે લાગી ચૂકી છે. સુરક્ષા વ્યવસ્થાને ફૂલપ્રૂફ કરવા માટે અમેરિકન સિક્રેટ સર્વિસનું એક સ્પેશ્યલ વિમાન સોમવારે અમદાવાદ પહોંચી ગયુ છે.


સુરક્ષા સંબંધિત ઉપકરણોની સાથે સિક્રેટ સર્વિસના એજન્ટ અમદાવાદની હયાત હૉટલમાં રોકાયા છે. અમદાવાદ પહોંચ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જશે અને પછી દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનુ ઉદઘાટન કરશે.



અમદાવાદમાં પીએમ મોદી અને ટ્રમ્પ લગભગ 22 કિલોમીટરનો લાંબો રૉડ શૉ કરશે, ટ્રમ્પની સુરક્ષાને લઇને મોટેરા સ્ટેડિયમના દરેક ખુણામાં CCTVથી નજર રાખવામાં આવશે. રૉડ શૉ દરમિયાન એનએસજી કમાન્ડો અને અમેરિકન સ્નાઇપર ઇમારતો પર તૈનાત થઇ જશે.