કિશ્વર મર્ચેંટ બોલ્ડ અંદાજમાં એન્જોય કરી રહી છે વેકેશન, સામે આવી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Aug 2019 06:26 PM (IST)
આ તસવીરમાં કિશ્વર ખૂબ જ હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ સ્વિમસૂટમાં બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
મુંબઈ: ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચેંટ હાલના દિવસોમાં વેકેશન એન્જોય કરી રહી છે. ટીવી એક્ટ્રેસે પોતાના ફેન્સ માટે વેકેશન આલ્બમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. હાલમાં જ કિશ્વર મર્ચેંટએ બ્લેકે બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરમાં કિશ્વર ખૂબ જ હોટ અંદાજમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. આ પહેલા પણ સ્વિમસૂટમાં બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આશરે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ અભિનેત્રીએ બોયફ્રેન્ડ સુયાશ રાય સાથે લગ્ન કર્યા હતા. આ બંને કપલ વચ્ચે સાત વર્ષનું અંતર છે. એક્ટ્રેસે કહ્યું શરૂઆતના સમયમાં તેણે પરિવારના સવાલો સામે લડવું પડ્યું હતું. અંતમાં પરિવારે તેમના રિલેશનને સ્વીકાર્યો અને બંને એક થયા હતા.