નવી દિલ્હીઃ દેશભરમાં હાલમાં વરસાદે કહેર મચાવ્યો છે, ખાસ કરીને દક્ષિણના રાજ્યોમાં પુરથી હાહાકાર મચી ગયો છે. મધ્યપ્રદેશ અને કેરાલામાં તો વરસાદી પુરે જનજીવન ઠપ કરી નાંખ્યુ છે. અહીં તેની ખાસ તસવીરો બતાવવામાં આવી છે. ક્યાંક લોકો પુરમાં ફસાયા છે તો ક્યાંક સ્ટેચ્યૂ-મૂર્તિ આખેઆખી ધરાશાયી થઇ ગઇ છે.
મધ્યપ્રદેશના મંડલામાં પુરે તબાહી મચાવી દીધી છે. અહીં યુવક નર્મદા નદીમાં તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, ત્રણ યુવકો પોતાની ગાડીની છત પર બેઠા છે અને સુરક્ષિત બહાર નીકળે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.
કર્ણાટકમાં બુધહિલા ગામમાં સવારથી જ ભારે વરસાદ છે. જ્યારે બીજીબાજુ કેરાલાના અર્નાકુલમ-ઇદુક્કીની બોર્ડર નજીક અહીં બે જંગલી હાથી પાણીમાં તણાયા હતા. આ એક જંગલનું દ્રશ્ય હોઇ શકે છે.
આંધ્રપ્રદેશના કલિગાપટનમ બીચ પર જાનવરોના સ્ટેચ્યૂ છે, જે પાણીમાં તણાયા હતા.
છત્તીસગઢમાં દંતેવાડામાં પુરના કારણે 15થી વધુ ગ્રામીણોને રેસક્યૂ કરવા પડ્યા હતા.
ભારે વરસાદથી કેરાલામાં રસ્તાંઓ પર નદીઓ જેવા દ્રશ્ય બની ગયા છે.
ભારે વરસાદે આખા દેશમાં હાહાકાર મચાવ્યો, તસવીરોમાં જુઓ પુરથી કેવી આવી આફત
abpasmita.in
Updated at:
09 Aug 2019 04:09 PM (IST)
કર્ણાટકમાં બુધહિલા ગામમાં સવારથી જ ભારે વરસાદ છે. જ્યારે બીજીબાજુ કેરાલાના અર્નાકુલમ-ઇદુક્કીની બોર્ડર નજીક અહીં બે જંગલી હાથી પાણીમાં તણાયા હતા. આ એક જંગલનું દ્રશ્ય હોઇ શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -