✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રજનીની આ એક્ટ્રેસનું બોલીવુડના પાંચ એક્ટર સાથે પણ ચર્ચાયું છે નામ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Mar 2018 02:53 PM (IST)
1

મુંબઈઃ હુમા કુરેશી બોલીવુડમાંથી હવે સાઉથની ફિલ્મો તરફ વળી ગઇ છે. તમિલ ઇન્ડસ્ટ્રીમાં તેની પહેલી ફિલ્મ 'કાલા' છે. આ ફિલ્મમાં તે સુપરસ્ટાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. હવે હુમા ચેન્નઇમાં એક એપાર્ટમેન્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. જોકે બોલીવુડમાં તેના અફેર પણ ઘણા ચર્ચામાં રહ્યા છે.

2

અભિષેક ચૌબેઃ ડેઢ ઇશ્કિયાના ડિરેક્ટર અભિષેક ચૌબે સાથે પણ હુમાનું અફેર હોવાનું બી ટાઉનમાં ચર્ચાયું હતું.

3

અર્જન બાજવાઃ 2012માં મુંબઈની એક રેસ્ટોરાંમાં બંને હુમા કુરેશી અને અર્જન બાજવા કોફીના ઘૂંટ ભરતા જોવા મળ્યાં ત્યારે પણ બંનેના અફેરની ચર્ચા થઈ હતી.

4

શાહિદ કપૂરઃ 2013માં હુમા કુરેશી મુંબઈ અને ગોવામાં શાહિદ કપૂર સાથે જોવા મળ્યા બાદ તેની સાથેનામ જોડાયું હતું. બંને સ્ટાર્સને એક સાથે જોઈ બી-ટાઉનમાં ઘણી ચર્ચા થઈ હતી. હુમાને શાહિદ અંગે પ્રશ્નો પણ પૂછાવા લાગ્યા હતા. પરંતુ તેણે શાહિદ સાથેના રિલેશનને લઇ કોઈ જવાબ આપ્યો નહોતો. શાહિદ કપૂરે હુમા કુરેશી સાથે અફેરને લઈ કહ્યું હતું કે મારા માટે આ સવાલનો જવાબ આપવો મજાક હશે. કારણકે મેં મારા જીવનમાં આ છોકરી સાથે માત્ર બે વખત જ મુલાકાત કરી છે.

5

અનુરાગ કશ્યપઃ અનુરાગ કશ્યપની ફિલ્મ ગેંગ્સ ઓવ વાસેપુર દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરનારી હુમા કરેશીનું નામ ફિલ્મના ડિરેક્ટર સાથે પણ ચગ્યું હતું. મુંબઈમાં 2014ની શરૂઆતમાં બંને એકબીજાને ભેટતા હોય તેવી તસવીર સામે આવ્યા બાદ આ વાતને વધારે તૂત મળ્યું હતું. બાદમાં અનુરાગે આ મુદ્દે હુમાનો બચાવ પણ કર્યો હતો. આ કારણે અનુરાગના કલ્કિ કોચલિન સાથે લગ્નનો પણ અંત આવ્યો હતો.

6

સોહેલ ખાનઃ એકટર સોહેલ ખાન અને હુમા કુરેશીના અફેરના અહેવાલના કારણે સોહેલના લગ્નજીવન પર પણ ખતરો ઉભો થયો હતો. સોહેલની પત્ની સીમા સચદેવ આ કારણે બીજા મકાનમાં રહેવા ચાલી ગઈ હોવાના અહેવાલ આવ્યા હતા. સોહેલ આ તમામ અહેવાલને તથ્યહિન ગણાવ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, જ્યારે આ પ્રકારની કોઇ વાત સામે આવે છે ત્યારે હું સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપું છું. પરંતુ આ વખતે કંઇક વધારે થઈ ગયું હોવાનું માનું છું.

  • હોમ
  • મનોરંજન
  • રજનીની આ એક્ટ્રેસનું બોલીવુડના પાંચ એક્ટર સાથે પણ ચર્ચાયું છે નામ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.