Box Office પર ફ્યૂઝ થઈ સલમાન ખાનની 'ટ્યૂબલાઈટ', ઈદના દિવસે ન કરી શકી કમાલ!
જણાવીએ કે 2011માં રિલીઝ થયેલ બોડીગાર્ડથી લઈને વિતેલા વર્ષે 2016માં રિલીઝ થયેલી સુલ્તાન ફિલ્મે પોતાના ઓપનિગં વીકએન્ડમાં ટ્યૂબલાઈટ કરતાં વધારે કમાણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાન દર વર્ષે એક સુપરહિટ ફિલ્મ દ્વારા ઈદ પર પોતાના ફેન્સને ગીફ્ટ આપે છે અને બદલામાં બોક્સ ઓફિસ પર હંમેશા સરપ્રાઈઝ કરતું કલેક્શન જોવા મળે છે પરંતુ આ વખતે એવો જાદુ જોવા મળ્યો નહી.
નવી દિલ્હીઃ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યૂબલાઈટ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી નથી શકી. આ ફિલ્મનાં ચોથા દિવસના બોક્સ ઓફિસનાં કલેક્શનના આંકડા આવી ગયા છે. ઈદના દિવસે એટલે કે સોમવારે પણ ફિલ્મ કંઈ ખાસ કમાણી કરી શકી ન હતી.
ચાર દિવસમાં ફિલ્મે માત્ર 83.86 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જો સલમાન ખાનની પાછલી ફિલ્મોની કમાણી સાથે તેની તુલનામાં કરવામાં આવે તો આ ખૂબ જ ઓછી છે.
આ ફિલ્મે પ્રથમ દિવસે એટલે કે શુક્રવારે 21.15 કરોડ, બીજા દિવસે 21.17 કરોડ, ત્રીજા દિવસે 22.45 કરોડ અને ચોથા દિવસે એટલે કે ઇદના દિવસે 19.09 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. કુલ મળીને ચાર દિવસમાં આ ફિલ્મે માત્ર 83.86 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -