Lockdownમાં બહેન સાથે આ રીતે સમય પસાર કરી રહી છે આલિયા ભટ્ટ, સામે આવી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Apr 2020 09:28 AM (IST)
કોરોના સંક્રમણને રોકવા ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બંને બહેનો રસોઈ પર હાથ અજમાવતી જોવા મળી રહી છે.
મુંબઈઃ લોકડાઉનના કારણે આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે. ઘરમાં રહેવા દરમિયાન સેલિબ્રટી વીડિયો કે લાઇવ ચેટ દ્વારા ફેન્સની સાથે સંકળાયેલા રહે છે. આ દરમિયાન આલિયા ભટ્ટે એક તસવીર શેર કરી છે. તસવીરમાં આલિયાને મેક અપ વગર જોઈ શકાય છે. આ તસવીર તેની બહેન શાહીન ભટ્ટે અપલોડ કરી છે. થોડા દિવસો પહલેા આલિયાએ બિલાડી સાથેની તસવીર શેર કરી હતી. જે બાદ હવે શાહીને આ તસવીર શેર કરી છે. કોરોના સંક્રમણને રોકવા ચાલી રહેલા લોકડાઉન દરમિયાન બંને બહેનો રસોઈ પર હાથ અજમાવતી જોવા મળી રહી છે. તાજેતરમાં આલિયાની બહેન શાહીને ઈન્સ્ટાગ્રામ પર આલિયાનો એક ફોટો શેર કર્યો હતો. જે તે ટી-શર્ટ અને પઝામો પહેરીને રસોડામાં ખિરડી બનાવી રહી છે. કેપ્શનમાં શાહીને લખ્યું હતું કે, આલિયા પુડિંગ બનાવી રહી છે. આલિયા અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. જેમાં અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર પણ છે. ઉપરાંત સડક-2માં પણ તે જોવા મળશે.