PM મોદી બોલ્યા, જાતિ અને ધર્મ નથી જોતો COVID-19, જાવેદ અખ્તરે ટ્વિટ કરીને લખ્યું- સત્ય વચન....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Apr 2020 09:11 PM (IST)
પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કોવિડ 19 જાતિ અને ધર્મ નથી જોતો. જેને લઈ સોશિયલ મીડિયા પર સતત રીએક્શન આવી રહ્યા છે અને બોલિવૂડની હસ્તીઓ પણ કમેન્ટ કરી રહી છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, કોવિડ 19 જાતિ અને ધર્મ નથી જોતો. જેને લઈ સોશિયલ મીડિયા પર સતત રીએક્શન આવી રહ્યા છે અને બોલિવૂડની હસ્તીઓ પણ કમેન્ટ કરી રહી છે. જાણીતા લેખક જાવેદ અખ્તરે પણ પીએમ મોદીની આ વાતને લઈ ટ્વિટ કર્યુ છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું, સત્ય વચન! મને આશા છે કે સમગ્ર દેશ પીએમના આ સંદેશ પર ધ્યાન આપશે અને તેના પર અમલ કરશે. જાવેદ અખ્તરનું ટ્વિટ હાલ વાયરલ થયું છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, કોવિડ-19 જાતિ, ધર્મ, રંગ, ભાષા કે સરહદ જોઈને હુમલો નથી કરતો. આપણે એકજૂથતા અને ભાઈચારા સાથે કામ કરવાનું છે. તેની સામે આપણે બધા એક છીએ. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 17265 પર પહોંચી છે. 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો સાજા થઈ ગયા છે.