India vs Bangladesh 2nd Test: ભારતીય ટીમે બાંગ્લાદેશ પ્રવાસ પર શ્રેણીની બીજી એટલે કે છેલ્લી ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચ આજે (22 ડિસેમ્બર) મીરપુરમાં ભારતીય સમય અનુસાર સવારે 9 વાગ્યાથી રમાશે. ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ મેચ 188 રને જીતી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ જાળવી રાખી છે.






ઈજાગ્રસ્ત રાહુલના રમવા પર સસ્પેન્સ


ઈજાગ્રસ્ત રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ આ સીરિઝમાં કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. પરંતુ રાહુલ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત પણ થયો હતો. જોકે બેટિંગ કોચ વિક્રમ રાઠોડે કહ્યું છે કે ઈજા ગંભીર નથી. રાહુલ આ મેચમાં રમે તેવી અપેક્ષા છે.


જો રાહુલ નહી રમે તો તેના સ્થાને અભિમન્યુ ઇશ્વરનને તક આપવામાં આવી શકે છે. જો 27 વર્ષીય અભિમન્યુને તક મળશે તો તે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ મેચ હશે. રાહુલની ગેરહાજરીમાં ચેતેશ્વર પૂજારા કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ સિવાય ભારતીય ટીમના પ્લેઈંગ-11માં કોઈ ફેરફારની શક્યતા નથી.


બાંગ્લાદેશની ટીમમાં એક ફેરફાર થઈ શકે છે


બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને સ્પષ્ટ કર્યું છે કે તે બીજી ટેસ્ટ મેચમાં બોલિંગ કરી શકશે. આવી સ્થિતિમાં આ ટીમમાં મોટા ફેરફારોની આશા નથી. તેમાં પણ ફેરફાર થઈ શકે છે. પીઠની ઈજાનો સામનો કરી રહેલો ફાસ્ટ બોલર ઈબાદત હુસૈનના સ્થાને તસ્કીન અહેમદને તક આપવામાં આવી શકે છે.


ભારત-બાંગ્લાદેશની સંભવિત પ્લેઈંગ-11 હોઈ શકે છે


ભારતીય ટીમ


શુભમન ગિલ, કેએલ રાહુલ (કેપ્ટન) / અભિમન્યુ ઇશ્વરન, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, આર અશ્વિન, કુલદીપ યાદવ, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.


બાંગ્લાદેશની ટીમ


નજમુલ હુસેન શાંતો, ઝાકિર હસન, યાસિર અલી, લિટન દાસ, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, નુરુલ હસન, મહેંદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, તસ્કીન અહેમદ અને ખાલિદ અહેમદ.