લગ્નના 2 દિવસ પહેલા જ ઘરેથી ભાગી ગઈ હતી ‘અંગુરી ભાભી’, યૌન શોષણનો બની ચુકી છે શિકાર
બિગ બોસમાં આવતા પહેલા શિલ્પાએ ઋષિ કપૂર સાથે એક ફની આઈટમ નંબર પણ શૂટ કર્યું હતું. આ ગીતને બેબી ડોલ ફેમ કનિકા કપૂરે ગાયું હતું અને ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કર્યું હતું.
શિલ્પા આશરે 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહી છે અને લગભગ દરેક મોટી ચેનલનો હિસ્સો બની છે. શિલ્પાએ ભાભીજી ઘર પર હૈ, કભી આયે ન જુદાઈ, લાલ મિર્ચી હરી મિર્ચી, માયકા, ચિડિયાઘર, દેવો કે દેવ મહાદેવ જેવી સીરિયલમાં કામ કર્યું છે.
મુંબઈમાં ઉછરેલી શિલ્પાએ તેના પિતાની ઇચ્છા વિરુદ્ધ આ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી. તે સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. શોમાં સીધી સાદી દેખાતી શિલ્પા રિયલ લાઇફમાં ઘણી ગ્લેમરસ અને ફેશનેબલ છે.
એપ્રિલ 2016માં શિલ્પા શિંદેએ શોના નિર્માતા બેનિફર કોહલીના પતિ સંજય કોહલી પર યૌન શોષણનો કેસ નોંધાવ્યો હતો.
શોમાં શિલ્પાએ ખુલાસો કર્યો હતો કે તે લગ્નના 2 દિવસ પહેલા જ ઘરેથી ભાગી ગઈ હતી. કારણકે તેને લાગતું હતું કે જે વ્યક્તિ સાથે તેના લગ્ન થવા જઈ રહ્યા છે તેમની સાથે વાત નહીં બને.
બિગ બોસના ઘરમાં શિલ્પાએ ખુલાસો કર્યો હતો કે તેણે ગ્રેજ્યુએશન પૂરું નથી કર્યું અને આ વાત તેના પપ્પાને પણ ખબર પડી નહોતી. શિલ્પાના પપ્પા હવે આ દુનિયામાં રહ્યા નથી. શિલ્પાને પપ્પાની આ ઇચ્છા ન પુરી કરી શકવાનો અફસોસ છે. શિલ્પાએ તેના હાથ પર PAPA લખેલું ટેટુ પણ બનાવ્યું છે.
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી સેલિબ્રિટી શિલ્પા શિંદે લગભગ 2 વર્ષ બાદ સલમાનના ખાનના શો બિગ બોસ 11 દ્વારા સ્મોલ સ્ક્રીન પર ફરી આવી હતી. 2 વર્ષ પહેલા શોના પ્રોડ્યુસર પર શિલ્પાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. જે બાદ તેના પર ટીવી પર કામ કરવા અંગે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. સલમાન ખાનના શો દ્વારા વાપસી કરનારી શિલ્પાની રિયલ લાઇફના અનેક એવા ફેક્ટ્સ છે, જે તેના ફેન્સ કદાચ જાણતા નહીં હોય.