દીપિકાની પ્રી વેડિંગ પૂજામાં પીરસવામાં આવી આ ખાસ થાળી, જાણો વિગત
પૂજા અને કોંકણી થાળીની તસવીર દીપિકાની સ્ટાઈલિસ્ટ શલીના નતાનીએ શેર કરી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરોની સાથે લખ્યું છે, એક નવી શરૂઆત. અન્ય તસવીરની સાથે શલનીએ લખ્યું કે, તમને સૌથી વધારે પ્રેમ. આ બધાની શરૂઆત માટે રાહ ન જોઈ શકું. દુનિયમાં તમે સૌથી વધારે ખુશીના હકદાર છો.
આ પ્રસંગમાં એકદમ નજીકના લોકો જ સામેલ થયા હતા. મહેમાનોને કોંકણી થાળી પીરસવામાં આવી હતી. આ થાળીમાં દાલીતૉય બોબે ઉપકજી, કોસમબારી સર્વ કરવામાં આવી હતી.
મુંબઈઃ બોલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની વિધિ શરૂ થઈ ગઈ છે. આ કપલ 14-15 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. શુક્રવારે દીપિકાના ઘરમાં પારંપરિક નંદી પૂજા થઈ હતી. જે બાદ ગણેશ પૂજા કરવામાં આવી હતી.
પૂજા પાઠ દરમિયાન દીપિકાએ ઓરેન્જ કલરનો ડ્રેસ પહેર્યો હતો. જેને ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઇન કર્યો હતો.
દીપિકા અને રણવીરના લગ્ન સિંધી અને કન્નડ રીત રિવાજો મુજબ થશે.