પ્રિયંકાએ નિક જોનસ સાથે લગ્ન કરવા નહીં આ કારણે છોડી સલમાન ખાનની 'ભારત' ફિલ્મ, જાણો શું હતો મામલો
બીજા એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રિયંકાએ ફિલ્મમાંથી હટી જવાનો નિર્ણય ત્યારે કરી લીધો જ્યારે તબ્બુ-દિશા પટ્ટણીનું નામ ફાઇનલ કરવામાં આવ્યું. તેમને સલમાનના સેટ પર લેટ આવવા અને કામ લટકાવવા વિશે ખબર પડી હતી. આ રીતના ટેમ્પરામેન્ટની સાથે પ્રિયંકા માટે કામ કરવું મુશ્કેલ હતુ. તે હૉલીવુડમાં અનુશાસિત અને પ્રૉફેશનલ માહોલમાં કામ કરવાની આદિ થઇ ચૂકી છે.
એક બૉલીવુડ મીડિયા અનુસાર, 'ભારત'માં તબ્બુ અને દિશા પટ્ટણીના જોડાવવાથી પ્રિયંકા અવઢવમાં હતી. વાત વધારે ત્યારે બગડી જ્યારે તેને એ વાતનો અહેસાસ થયો કે સલમાન ખાન લેટલતીફી વાળો છે. સલમાનની લેટલતીફી વાળા નેચરના કારણે તેના બૉલીવુડ પ્રૉજેક્ટ્સને નુકશાન પહોંચી શકે છે.
સલમાન ખાન વિશે કહેવાય છે કે, તે હંમેશા સેટ પર લેટ આવે છે અને તેમની મૂવીનુ શિડ્યૂલ નક્કી સમયે પુરો થતો નથી.
મુંબઇઃ પ્રિયંકા ચોપડાના 'ભારત' ફિલ્મ છોડવાના કારણો પર હજુ પણ અટકળો ચાલી રહી છે. ચર્ચા હતી કે પ્રિયંકાએ નિક જોનસ સાથે લગ્ન કરવાને લઇને મૂવીથી દુર થઇ ગઇ હતી. પણ આ સ્ટૉરીમાં નવો વળાંક આવ્યો છે. કહેવાઇ રહ્યું છે કે, એક્ટ્રેસનો આ પ્રૉજેક્ટ છોડવા પાછળ ખુદ સલમાન ખાન કારણભૂત છે.