બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની પત્નીએ PM પાસે માંગી મદદ, જાણો વિગત
મુંબઈઃ દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મદદ માંગી છે. દિલીપ કુમારના બંગલાના બે પ્લોટ પર માલિકી હકનો જૂઠ્ઠો દાવો કરનારો બિલ્ડર સમીર ભોજવાની જેલમાંથી મુક્ત થતાં તેને ધ્યાનમાં રાખીને સાયરા બાનોએ પીએમ પાસે મદદ માંગી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા સાયરા બાનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો અને ભોજવાની સામે ફરિયાદ નોંધાવી હતી. જાન્યુઆરીમાં મુંબઈ પોલીસે દિગ્ગજ અભિનેતાને બંગલાને કથિત રીતે પચાવી પાડવાની કોશિશ માટે બિલ્ડર સામે મામલો નોંધ્યો હતો.
દિલીપ કુમારનો બંગલો બાંદ્રાના પોશ વિસ્તાર પાલી હિલમાં આવેલા છે. સાયરાએ ટ્વિટ કરીને લખ્યું, હું સાયરા બાનો ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરજી કરું છું કે, ભૂમાફિયા સમીર ભોજવની જેલમાંથી છૂટી ગયો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પદ્મ વિભૂષણથી સન્માનિત વ્યક્તિને ધમકી આપવામાં આવી રીહી છે. તમારી સાથે મુંબઈમાં મુલાકાતની અપેક્ષા છે.
પોલીસને શંકા હતી કે ભોજવાનીએ સંપત્તિના નકલી કાગળ તૈયાર કરાવ્યા હતા. જે બાદ ફરિયાદ નોંધાવમાં આવી હતી. ઈઓડબલ્યૂની ટીમે ભોજવાનીના બાંદ્રા સ્થિત મકાન પર છાપો માર્યો હતો, જ્યાં ચાકુ અને છરા સહિત હથિયાર જપ્ત કર્યા હતા. ભોજવાનીની મુંબઈ પોલીસે ચાલુ વર્ષે એપ્રિલમાં ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -