રિપોર્ટ્સ અનુસાર બન્નેએ આપસી સહમતિથી કાયદાકીય રીતે અલગ થવાનો નિર્ણય કર્યો છે. છૂટાછેડાની તમામ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને આ મામલે છ મહિનામાં નિર્ણય આવી જશે. લગ્ન બચાવવા માટે બન્નેની કાઉન્સલિંગ પણ થઈ, પરંતુ વાત ન બની. બન્ને એ પોતાના લગ્નને બીજી તક આપવાની ના પાડી દીધી.
તમને જણાવીએ કે, રણવીર અને કોંકણાએ વર્ષ 2007માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં 2010માં બન્નેએ એક બીજા સાથે પ્રાઈવેટ વેડિંગ સેરેમનીમાં લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં બન્નેને એક દીકરો પણ થયો, જેનું નામ હારૂન છે. જોકે બાળકની કસ્ટડીને લઈને બન્ને વચ્ચે કોઈ મતભેદ નથી. બન્ને બાળકની જોઈન્ટ કસ્ટડી માટે તૈયાર છે.
રણવીર શૌરી અને કોંકણા સેન શર્માએ સાથે ‘ટ્રાફિક સિગ્નલ’, ‘મિક્સ્ડ ડબલ્સ’ અને ‘આજા નચલે’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. બન્ને સ્ટાર હજુ પણ બોલિવૂડમાં એક્ટિવ છે અને ફિલ્મોમાં જોવા મળે છે. વિતેલા વર્ષે નેટફ્લિક્સમી જાણીતી વેબ સીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ની બીજી સીઝનમાં રણવીરે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.