ખંભાતમાં રવિવારે બે કોમ વચ્ચે ફાટી નીકળેલા તોફાનો બાદ મંગળવારે ખંભાત શહેર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ એલાન દરમિયાન ગવારા ટાવર પાસે છ હજાર જેટલાં પુરુષ તથા મહિલાઓ એકઠાં થયાં હતાં. પોલીસે કોઈ પણ સભા સરઘસ કરવા માટે પરવાનગી ન આપી હોવા છતાં ટોળાં એકઠાં કરવામાં આવ્યાં હતાં. આ ટોળાની સભા કરીને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો આરોપ મૂકીને પોલીસે ભાજપના માજી ધારાસભ્ય, કાઉન્સિલર સહિત કુલ 18 સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં અને પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ મામલે હિન્દુ સમાજના આગેવાનોએ મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.