અભિનેત્રી કૃતિ ખરબંદાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, આ મારો મેલેરિયાવાળો ચહેરો છે. આ બસ થોડા સમય માટે છે, કારણ કે મારે કામ પર પરત ફરવાનું છે, જે મારા માટે ચિંતિત છે, તેને બતાવી દઉ કે હું સ્વસ્થ થઈ રહી છે. તમને અપડેટ આપતી રહીશ.
કૃતિ હાલમાં રિલીઝ થયેલી બીજૉય નાંબિયારની ફિલ્મ તૈશમાં જોવા મળી હતી. આ ફિલ્મ ઓટીટી પર વેબ સીરીઝ અને ફિલ્મ બંને પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં પુલકિત સમ્રાટ,જિમ સભ્ર, હર્ષવર્ધન રાણે અને સંજીદા શેખ જેવા કલાકારો પણ છે.