મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને હાલમાં જ મુંબઈમાં ભારે વરસાદના પ્રકોપનો સામનો કરવો પડ્યો. વિતેલા 2 દિવસમાં મુંબઈમાં થઈ રહેલ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કૃતિ એક મેગેઝીન માટે શૂટ કરવા દિલ્હી આવી હતી. શૂટ પુરું કરીને તેણે મુંબઈ માટે ફ્લાઈટ લીદી. જોકે ભારે વરસાદને કારણે તેની ફ્લાઈટ ડાયવર્ટ કરીને અમદાવાદ આવી ગઈ.



વાતાવરણ સારું ન હોવાને કારણે કૃતિએ અન્ય મુસાફરો સાથે ચાર કલાક સુધી ફ્લાઈટમાં બેસી રહેવું પડ્યું. જો કે બાદમાં મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટ પાસે આવેલી એક નજીકની હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી.

અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે જ્યારે કૃતિ સેનન વોશરૂમ ગઈ તો ત્યાં તેના ચાહકોએ તેને ઘેરી લીધી. ફેન્સ કૃતિ સાથે સેલ્ફી લેવા માગતા હતા જેના કારણે તેની આસપાસ ભેગા થઈ ગયા.