હાર્દિક પંડ્યા સાથે કઈ હૉટ ટીવી એક્ટ્રેસે તસવીર મૂકતાં જ ક્રિકેટ ચાહકો તૂટી પડ્યા, જાણો વિગત
abpasmita.in | 05 May 2019 11:04 AM (IST)
હાર્દિકની સાથે તસવીર સોશ્યલ મીડિયા પર આવ્યા બાદ યૂઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેને અનેક પ્રકારની કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી. કેટલાય યૂઝર્સે લખ્યુ ક્રિસ્ટલે સારુ કર્યુ કે પહેલાથી જ હાર્દિકને ભાઇ કહી દીધો
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાને તેની એક સોશ્યલ મીડિયા પૉસ્ટ બાદ ટ્રૉલ કરવામાં આવી રહી છે. ક્રિસ્ટલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાની સાથે એક તસવીર શેર કરી હતી. ક્રિસ્ટલે ફોટો કેપ્શનમાં હાર્દિકને Brother from Another Mother ગણાવ્યો અને લખ્યુ- 'મેરે ભાઇ જૈસા કોઇ હાર્ડિચ નહીં હૈ' થોડાક દિવસો પહેલા હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટર કેએલ રાહુલની સાથે કરણ જોહરના ચેટ શૉમાં આવ્યા હતા. મહિલા વિરોધી ટિપ્પણીને લઇને બન્નેને જબરદસ્ત વિરોધનો સામનો કરવો પડ્યો હતો. હવે તાજેતરમાં જ ક્રિસ્ટલ દ્વારા કરવામાં આવેલી પૉસ્ટમાં હાર્દિકને જોયા પછી યૂઝર્સ ફરી પાછા ભડકી ઉઠ્યા હતા. હાર્દિકની સાથે તસવીર સોશ્યલ મીડિયા પર આવ્યા બાદ યૂઝર્સનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેને અનેક પ્રકારની કૉમેન્ટ કરવાની શરૂ કરી દીધી. કેટલાય યૂઝર્સે લખ્યુ ક્રિસ્ટલે સારુ કર્યુ કે પહેલાથી જ હાર્દિકને ભાઇ કહી દીધો. એક યૂઝર્સ ટ્રૉલ કરતાં લખ્યુ કે જેટલી ચામાં ચા પત્તી નાંખવી જરૂરી છે, એટલું કેપ્શનમાં ભાઇ લખવુ જરૂરી હતુ.