મુંબઈ: ટીવીની જાણીતી સીરિયલ 'કુંડલી ભાગ્ય'ની અભિનેત્રી શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. શ્રદ્ધાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.


આ તસવીરોમાં શ્રદ્ધા બાથરૂમ સેલ્ફી લેતી જોવા મળી રહી છે. આ પહેલા પણ શ્રદ્ધાએ બ્લેક કલરના બોલ્ડ સ્વિમસૂટમાં હોટ તસવીરો પોસ્ટ કરી હતી.


શ્રદ્ધાની સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.


શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.