શ્રદ્ધાએ વીડિયો પોસ્ટ કરવાની સાથે લખ્યું કે, હું વચન આપું છું કે આ અત્યાર સુધીનું સૌથી ખોટું #kikichallenge છે. એ લોકોની હિંમતના વખાણ કરીશ જેમણે તેને પુરી કરી છે. સાથે લખ્યું કે, આ ચેલેન્જને વ્યસ્ત રસ્તાઓ અથવા ખતરો હોય ત્યાં ટ્રાય ના કરો. અમે ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝમાં છીએ જેથી અમને ખ્યાલ છે કે કેવી રીતે તમામ સાવધાની સાથે આ ચેલેન્જ સ્વીકારી શકાય. હું કોઇને આ ચેલેન્જ ટ્રાય કરવાનું નહી કહીશ.