✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા TV સ્ટાર્સ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Dec 2019 05:01 PM (IST)
1

કરણવીર બોહરાએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન કહ્યું- કુશલ પંજાબી એક ઉમદા અને સારો માણસ હતો, ખુશમિજાજી હતો. હુ પણ કુશલ પંજાબીના મોતના સમાચાર સાંભળીને સ્તબ્ધ થઇ ગયો છુ. કરણવીરે કહ્યું મને ખબર નથી પડતી કે તે કયા પ્રકારની માનસિક બિમારીમાંથી પસાર થઇ રહ્યો હતો કે, જેના કારણે તેને આ પગલુ ભર્યુ.

2

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે કુશલ પંજાબી માનસિક સમસ્યાથી પરેશાન હતા. મૃત્યુ પહેલા તેણે દોઢ પન્નાની સુસાઇડ નોટ લખી હતી. કુશલ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું કે તેમની મોત માટે કોઇ પણ જવાબદાર નથી. સુસાઇડ નોટમાં કુશલે પોતાની તમામ પ્રોપર્ટી બે ભાગમાં બરાબર વહેંચી છે. કુશલે તેમની પ્રોપર્ટીનો 50 ટકા ભાગ તેમના માતા-પિતા અને બહેનના નામે મૂક્યો છે. જ્યારે બાકીનો 50 ટકા ભાગ પોતાના 3 વર્ષના દિકરાના નામે કર્યો છે.

3

કુશલ પંજાબીએ ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરણ જોહરની ફિલ્મ કાલ, નિખિલ અડવાણીની સલામ-એ-ઇશ્ક અને વિવેક અગ્નિહોત્રીની દે દના દન ગોલી જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. આ ઉપરાંત તેને કેટલાય રિયાલિટી શૉ, વેબ શૉ, કુસુમ, ઇશ્ક મે મરજાવાં સહિતની લોકપ્રિય ટીવી સીરિયલોમાં પણ કામ કર્યુ હતુ..

4

કુશલના અંતિમ સંસ્કારમાં બખ્તિયાર ઈકાની તેની પત્ની નતાજ ઈરાની અને બહેન ડેલનાઝ સાથે આવ્યો હતો. ટીવી એક્ટ્રેસ જસવીર કૌર કુશલના અંતિમ સંસ્કારમાં ભાવુક નજરે પડી હતી. મધુબાલા ફેમ એક્ટ્રેસ દ્રષ્ટિ ધામી પણ કુશલને અંતિમ વિદાય આપવા આવી હતી.

5

મુંબઈમાં આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જ્યાં શ્રદ્ધાજંલિ આપવા ટેલિવિઝનના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા. બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને મોડલ ડાયંડ્રા સૉરિસ, કુશલનો ખાસ મિત્ર કરણવીર વોહરા, એક્ટ્રેસ કુબ્રા સૈત, ટીવી એકટર ચેતન હંસરાજ, રશ્મિ દેસાઈનો એક્સ હસબન્ડ નંદિશ સંધૂ, સાવધાન ઈન્ડિયા ફેમ સુશાંત સિંહ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા.

6

મુંબઈઃ જાણીતા ટીવી અને ફિલ્મ અભિનેતા કુશાલ પંજાબીએ શુક્રવારે સાંજે મુંબઇમાં બ્રાંદ્રા સ્થિત પોતાના ઘરે ફાંસી ખાઇને આત્મહત્યા કરી હતી. એક્ટર માત્ર 37 વર્ષનો જ હતો. કુશાલ પંજાબીના મોતના સમાચાર જાણ્યા પછી તેના પરિવારજનો, સગા-સંબંધિઓ અને ફેન્સમાં શોકની લહેર ફરી વળી હતી. એક્ટરે ફેમસ ટીવી સીરિયલ 'ઇશ્ક મેં મરજાવાં'માં પણ કામ કર્યુ હતું.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ
  • કુશલ પંજાબીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા TV સ્ટાર્સ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.