સ્વિટઝરલેન્ડમાં મમ્મી કરિના સાથે તૈમૂરની મસ્તી, કરિશ્માએ શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2019 08:56 AM (IST)
1
મુંબઈ: કરિના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડલો તૈમૂર અલી ખાન સ્વિટઝરલેન્ડમાં વેકેશન પર છે. સ્વિટઝરલેન્ડમાં બરફના પહાડો વચ્ચે મમ્મી કરિના અને માસી કરિશ્મા કપૂર સાથે મસ્તી કરતી તૈમૂરની તસવીરો સામે આવી છે.
2
કરિશ્મા કપૂરએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા લખ્યું, 'સબ કુછ ગુડ ન્યૂઝ.' હાલમાં જ કરિનાની ફિલ્મ ગુડ ન્યૂઝ 27 ડિસેમ્બરના દિવસે રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોએ સારો પ્રતિભાવ આપ્યો છે.
3
તૈમૂર વેકેશન એન્જોય કરી રહ્યો છે. બરફના પહાડોમાં તે સ્નો કોમેટ (બાળકોની ગાડી)માં જોવા મળ્યો હતો. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
4
તૈમૂર અલીની સાથે-સાથે કરિના અને સૈફ પણ વેકેશનનો આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે.