અભિનેત્રી લારા દત્તા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. હાલમાં જ ડેટિંગ એપ પર તેની પ્રોફાઇલના સમાચાર આવ્યા હતા, જે બાદ લારાએ એક વીડિયો પોસ્ટ કરીને આ સમાચારની  રિયાલિટીથી લોકોને માહિતગાર કર્યાં હતા.  લારાએ કહ્યું કે, બે દિવસથી લોકો તેને મેસેજ કરીને પૂછી રહ્યાં છે, આવી સ્થિતિમાં તેને લાગ્યું કે તેણે ઈન્સ્ટાગ્રામ પર આવીને આ વિશે સ્પષ્ટતા કરવી જોઇએ.


ડેટિંગ એપ પ્રોફાઇલ્સ વિશે જણાવવામાં આવેલ સત્ય


વીડિયોમાં લારા કહે છે કે તે પોતે પણ તેની પ્રોફાઇલ વિશે જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તેણે આ પ્રોફાઈલને ફેક ગણાવી છે. રિલીઝ થયેલા વીડિયોમાં લારા કહે છે કે 'છેલ્લા કેટલાક  દિવસથી મારા ઈન્સ્ટાગ્રામ નોટિફિકેશન્સ મીમ્સ અને મેસેજથી ભરાઈ ગયા છે. તેઓ મને કહે છે કે ડેટિંગ એપ પર મારી પ્રોફાઇલ છે. આ વિચિત્ર છે અને છેલ્લા બે દિવસથી આ વસ્તુ મને પણ પરેશાન કરી રહ્યી છે.  તેમણે વીડિયો પોસ્ટ કરીને સત્ય શું છે તે દરેકને જણાવવાનો પ્રયાસ કર્યો છે.  મેં વિચાર્યું કે વીડિયો બનાવવો એ વધુ સારો વિકલ્પ હશે. હું અત્યારે કોઈ ડેટિંગ એપ પર નથી અને ક્યારેય ન હતી.



લારા એપની વિરુદ્ધ નથી


'હું ડેટિંગ એપ્સની વિરુદ્ધ નથી. મને લાગે છે કે લોકોને મળવાની અને તેમની સાથે જોડાવાની આ એક સરસ રીત છે. મને તેનાથી કોઈ વાંધો નથી પણ વ્યક્તિગત રીતે હું કોઈ ડેટિંગ એપ પર નથી. જે પણ માઇમ્સ બનાવવામાં આવી રહ્યા છે તે જોઈને હું ખૂબ જ ખુશ છું પરંતુ તેમાં કોઈ સત્ય નથી. તેથી મેં સવારે ઓનલાઈન આવીને  આ મુદ્દે હકીકત શું છે તે જણાવવાનું વિચાર્યું. જેમ તમે જાણો છો કે હું ભાગ્યે જ ઇન્સ્ટા લાઇવ પર આવું છું. તમારી સાથે જોડાવાની મજા આવે છે.’ આ વીડિયો શેર કરતી વખતે લારાએ કેપ્શનમાં લખ્યું- 'ડેટિંગ સાઇટ? હું? સાચું કે ખોટુ?'


લારાનો અપકમિગ શો


લારા દત્તા હાલમાં જ ફિલ્મ 'બેલબોટમ'માં જોવા મળી હતી. તેણે આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવ્યું હતું. લારા ટૂંક સમયમાં શો 'હિકઅપ્સ એન્ડ હૂકઅપ્સ'માં જોવા મળશે.