મુંબઈ: શ્વર કોકિલા લતા મંગેસકરને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે સોમવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હવે તેમની તબિયત સતત સુધારા પર છે. લતા મંગેશકરના ડોક્ટરોની ટીમે નવુ હેલ્થ બુલેટિન બહાર પાડ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, લાખો પ્રશંસકોની પ્રાર્થનાઓ અને શુભેચ્છાઓના કારણે લતા દીદીની તબિયત પહેલા કરતા સારી છે.
હાલમાં લતા મંગેશકર બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા સોમવારે મધરાતે દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ સોશ્યલ મીડિયા પર લતાજીની તબિયતને લઈને અફવાઓ વાયરલ કરાઈ રહી છે.
જેના પગલે લતાજીની ટીમે લોકોને સોશ્યલ મીડિયા પર ફેલાતી અફવાઓથી ગેરમાર્ગે નહી દોરાવવા માટે અને લોકોને આ પ્રકારની અફવાઓ નહી ફેલાવવા માટે અપીલ કરવામાં આવી છે.
લતા મંગેશકરને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. જોકે તેમના પરિવારે કહ્યુ છે કે, અમે તેમના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે.
લતા મંગેશકરની તબિયત સુધારા પર, 6 ડૉક્ટરોની ટીમ રાખે છે ધ્યાન
abpasmita.in
Updated at:
15 Nov 2019 04:33 PM (IST)
શ્વર કોકિલા લતા મંગેસકરને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણે સોમવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને હવે તેમની તબિયત સતત સુધારા પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -