નવી દિલ્હીઃ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એક એવો બેટ્સમેન છે જે જ્યારે રમવા લાગે છે, ત્યારે રનોનો ઢગલો થઇ જાય છે, એટલુ જ નહીં સાથે સાથે અનેક રેકોર્ડ પણ ધરાશાયી થવા લાગે છે. હવે વિરાટ કોહલીની બેટિંગ લઇને એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે આઉટ થતાં ચીટિંગ કરવા લાગે છે. આ વીડિયો એક ગલી ક્રિકેટનો છે.

ખરેખરમાં, ઇન્ટરનેટ પર હાલમાં એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ બાળકો સાથે ગલી ક્રિકેટ રમી રહ્યો છે. વિરાટ બેટિંગ કરી રહ્યો છે ત્યારે તે બાળકોની સામે ક્લિન બૉલ્ડ થઇ જાય છે. પણ વિરાટ આઉટ આપવાના બદલે ચીટિંગ કરવા લાગે છે. તે ક્રિઝ છોડવા નથી માંગતો. હકીકતમાં આ વીડિયો એક જાહેરાત કરતી વખતનો છે, શૂટિંગ દરમિયાન વિરાટ ગલી ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે.


રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલી ઇન્દોરની એક સોસાયટીમાં એડ શૂટ કરવા ગયો હતો. આ દરમિયાન તેને બાળકો સાથે ક્રિકેટ રમી હતી, બાદમાં આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.