લતા મંગેશકરને 28 દિવસ બાદ હોસ્પિટલમાંથી અપાઈ રજા, ઘરે પહોંચતા પ્રશંસકોનો આભાર માન્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Dec 2019 10:59 PM (IST)
લતા મંગેશકરને 28 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લતા મંગેશકર હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મુંબઇ સ્થિત પોતાના ઘરે પરત આવી ગયા છે.
મુંબઈ: લતા મંગેશકરને 28 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. લતા મંગેશકર હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મુંબઇ સ્થિત પોતાના ઘરે પરત આવી ગયા છે. લતા મંગેશકરે ટ્વિટ કરી જાણકારી આપી હતી. લતા મંગેશકર છેલ્લા 28 દિવસથી મુંબઈનીહોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમને નિમોનિયા થયો હતો અને તબીયતમાં સુધારો આવતા મુંબઇમાં સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સારી છે. લતા મંગેશકરે રવિવારે ટ્વિટ કરી તેમના પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો હતો. લતા મંગેશકરે ટ્વિટ કરી હોસ્પિટલના તબીબ સ્ટાફનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.