મુંબઈ: આઈસીસી વર્લ્ડ કપ 2019માં કાલે ભારતનો સફર હંમેશા માટે ખત્મ થયો. બે દિવસ સુધી ચાલેલી સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 18 રને હાર આપી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યા તો મિડલ ઓર્ડર પણ વધારે સફળ સાબિત ન થયા અને એક બાદ એક બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. પરંતુ ધોની ક્રિઝ પર આવતાની સાથે જ તેણે ભારતીય ફેન્સને આશા જગાવી કે મેચ પલટી શકે છે. પરંતુ હવે ધોનીને લઈને ઘણા ફેન્સ કહી રહ્યા છે કે તેણે ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લેવી જોઈએ. ત્યારે દેશની લોકપ્રિય ગાયિકા લતા મંગેશકરે ટ્વિટર પર એક ઈમોશનલ મેસેજ લખ્યો છે અને તેનો બચાવ કર્યો છે.


ઉલ્લેખનીય છે કે ધોનીને તેની ધીમી રમતના કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો અને કહેવામાં આવી રહ્યું હતું કે હવે તેણે નિવૃતિ લઈ લેવી જોઈએ. કાલની મેચમાં ધોનીએ 50 રનની ઈનિંગ રમી પરંતુ તે ધીમી ઈનિંગ રમ્યો હતો. હવે લતા મંગેશકરે ધોનીનો બચાવ કરતા ટ્વિટર પર ઈમોશનલ મેસેજ લખ્યો છે અને તેને અનુરોધ કર્યો છે કે તે નિવૃતિ ન લેવી જોઈએ.

લતા મંગેશકરે ટ્વિટર પર લખ્યું, નમસ્કાર એસએસ ધોની જી. આજકાલ હું સાંભળી રહી છુ કે તમે નિવૃતિ લેવા માંગો છો. કૃપા કરી તમે આવુ ન વિચારો. દેશને તમારી રમતની જરૂર છે અને તમને હું વિનંતી કરૂ છું કે તમે નિવૃતિનો વિચાર પણ પોતાના મનમાં ન લાવો.