Lata Mangeshkar Health Condition Is Critical: આ સમયે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સ્વરા કોકિલા લતા મંગેશકરની તબિયત બગડી છે, લતા મંગેશકર છેલ્લા 27 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડૉક્ટરે કહ્યું કે લતાજીની તબિયત બગડી છે, લતાજી હજુ પણ ICUમાં છે અને ડૉક્ટરની દેખરેખમાં છે.  લતા મંગેશકરના ડૉક્ટરે શનિવારે સાંજે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લતા મંગેશકરનો ઈલાજ ચાલી રહ્યો છે અને તે હાલમાં પ્રોસિજર્સ ટોલરેટ કરી રહ્યા છે.

Continues below advertisement

રાજ ઠાકરે રોકાયા દોઢ કલાક

બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર પ્રતત સમદાનીએ જણાવ્યું કે તેમની હાલત ગંભીર છે અને તેઓ વેન્ટિલેટર પર છે. તે હજુ પણ ICUમાં છે અને ડોક્ટરની દેખરેખમાં રહેશે. લતા મંગેશકરની તબિયત બગડ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, હોસ્પિટલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે લતા મંગેશકરની તબિયત લથડ્યા બાદ એમએનએસના પ્રમુખ રાજ ઠાકરે પણ બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા હતા અને આશરે દોઢ કલાક રોકાયા બાદ પરત ફર્યા હતા.

Continues below advertisement

ક્યારે દાખલ કરાયા છે લતા મંગેશકરને

92 વર્ષીય ગાયિકા કોરોનાથી સંક્રમિત થયા બાદ 9 જાન્યુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલના  ડોકટરોની ટીમ લતા મંગેશકરની સારવાર કરી રહી છે.

36 ભાષામાં ગાયા છે હજારો ગીતો

સ્વર કોકિલા લતા મંગેશકર 93 વર્ષની થઈ ગયા છે. ભારત રત્ન એવોર્ડ વિજેતા લતા મંગેશકરે વર્ષ 1942માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એવું કહેવાય છે કે તેમને ફિલ્મ મહલના ગીત 'આયેગા આને વાલા'થી ઓળખ મળી હતી. અત્યાર સુધી લતા મંગેશકરે વિશ્વની 36 ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. લતા મંગેશકરે સંગીતની દુનિયામાં 80 વર્ષ પૂર્ણ કર્યા છે. જ્યારે તેણી 13 વર્ષની હતી ત્યારે તેણીએ પ્રથમ વખત ગીત રેકોર્ડ કર્યું હતું. આ દિવસ 16 ડિસેમ્બર 1941નો હતો.

લતાજીને ગાયકીના ક્ષેત્રમાં તેમના અમૂલ્ય યોગદાન માટે 1969માં પદ્મ ભૂષણ પુરસ્કારથી, 1990માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. લતાજીને 1999માં પદ્મ વિભૂષણ અને 2001માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા છે.