Twitter Downvote Feature: ટ્વીટર ગયા વર્ષે પ્લેટફોર્મ પર એક નવુ ડાઉનવૉટ રિપ્લાય ફિચર લઇને આવ્યુ હતુ, હવે એપનુ આ ફિચર ગ્લૉબલ થવા જઇ રહ્યું છે. મતલબ, દરેક જગ્યાએ યૂઝર્સ નવા ફિચરની સાથે ટ્વીટ્સ પર રિપ્લાયને ડાઉનવૉટ કરવા માટે સક્ષમ થશે. આ ફિચર ટ્વીટર વેબ યૂઝર્સ સુધી સિમીત છે અને આઇઓએસ અને એન્ડ્રોઇડ યૂઝર્સ બાદમાં ફિચર પ્રાપ્ત કરવા માટે તૈયાર છે.


ટ્વીટરનુ કહેવુ છે કે રિપ્લાય પર ડાઉનવૉટ છુપાયેલા રહેશે અને એટલા માટે સાર્વજનિક રીતે નહીં દેખાય. આના બદલે તે પ્લેટફોર્મને વધુ પ્રાસંગિક કૉમેન્ટ્સને બેસ્ટ રીતે ઓળખવા અને વધુ વિઝિબલ બનાવવામાં મદદ કરશે. જોકે રિપ્લાય પર અપવૉટ સાર્વજનિક રીતે લાઇકના રૂપમાં દેખાશે.


ટ્વીટરે આ ફિચરની જાહેરાત કરતા કહ્યું- આઇઓએસ પર તમારામાંથી કેટલાક લોકોના રિપ્લાય પર અપ કે ડાઉન વૉટ આપવા માટે અલગ અલગ ઓપ્શન દેખાઇ શકે છે, અને એ કહેતા કે પ્લેટફોર્મ તમને પ્રાસંગિક રિપ્લાયના ટાઇપને સમજવા માટે આનો ટેસ્ટ કરી રહ્યું છે.


ટ્વીટરે એક ટ્વીટમાં એ પણ કહ્યું કે મોટાભાગના યૂઝર્સે ડાઉન એરો પર ક્લિક કર્યુ, કેમ કે રિપ્લાય યા તો આપત્તિજનક, અપ્રાસંગિક કે બન્ને હતુ. ટ્વીટરે કહ્યું- આ પ્રયોગમાં એ પણ જાણવા મળ્યુ છે કે ડાઉનવૉટિંગ લોકો માટે સામગ્રીને ચિન્હિત કરવામાં સૌથી વધુ વપરાતી રીત છે, જેને તે જોવા નથી માંગતા.


એક રિપોર્ટ અનુસાર, ટ્વીટર કથિત રીતે આર્ટિકલ નામના એક નવા ફિચર પર પણ કામ કરી રહ્યું છે. જે યૂઝર્સને લાંબી પૉસ્ટ લખવાની અનુમતિ આપશે. જેમાં 280 શબ્દ જેવી કોઇ સીમા નથી જે સામાન્ય રીતે ટ્વીટ્સ પર લગાવવામાં આવે છે. 


આ એવા યૂઝર્સ માટે સુવિધા જનક બની શકે છે જે કોઇ લાંબા સમય સુધી પૉસ્ટ કરવા માંગે છે, જેને હવે એકથી વધુ ટ્વીટ્સને એક થ્રેડમાં સીરીઝ કરવાની જરૂર નહીં રહે.


આ પણ વાંચો........


Justin Lager Resigns: પાકિસ્તાન પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, કોચ લેંગરે આપી દીધું રાજીનામું


અંડર 19 વર્લ્ડકપની ફાઈનલમાં આજે ભારતની ઈંગ્લેન્ડ સામે ટક્કર, જાણો કેટલા વાગે ને ક્યાંથી થશે લાઈવ ટેલીકાસ્ટ ?


લોકરક્ષક દળની લેખિત પરીક્ષા આ તારીખે લેવાશે, હસમુખ પટેલે ટ્વીટ કરી આપી જાણકારી


Omicron Origin: શું ઉંદરોમાંથી માણસોમાં આવ્યો Omicron? નવા સ્ટડીમાં કરવામાં આવ્યો દાવો


16 વર્ષની વિદ્યાર્થીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી યુવકે માણ્યુ શરીર સુખ, અને પછી.....


Vadodara : 'ધારે તે કરે એટલે ધારાસભ્ય, જ્યાં સુઘી હું ધારાસભ્ય છું ત્યાં સુઘી હું કોઈનું પણ તુટવા નહિ દઉ તેની ખાત્રી આપુ છું'