મહેબુબા મુફ્તી અને ભાજપ સરકાર બનાવી શકે તો અમે પણ બનાવી શકીએઃ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હવે તો રાજ્યપાલે અમને 6 મહિનાનો સમય આપી દીધો છે. હવે અમે ત્રણેય (કોંગ્રેસ-એનસીપી-શિવસેના) કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાતચીત કરીશું.

Continues below advertisement
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે. એનસીપી-કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકાર પરિષદ કરી હતી.
જેમાં તેમણે કહ્યું કે, અમે પણ સરકાર બનાવી શકીએ છીએ. કોંગ્રેસ-એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ અમારે થોડો સમય જોઈએ. અમે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાની ઈચ્છા કરી હતી પરંતુ રાજ્યપાલે સમય આપ્યો નહોતો. મહેબુબા મુફ્તી અને બીજેપી સરકાર બનાવી શકે છે તો અમે પણ.
હવે તો રાજ્યપાલે અમને 6 મહિનાનો સમય આપી દીધો છે. હવે અમે ત્રણેય (કોંગ્રેસ-એનસીપી-શિવસેના) કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાતચીત કરીશું. અત્યાર સુધી માત્ર શિવસેનાએ જ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ સ્થિતિમાં અમારો દાવો હજુ પણ યથાવત છે.
કેન્દ્રીય મંત્રી પદ છોડનારા અરવિંદ સાવંતનો આભાર માનતા ઉદ્ધવે ઠાકરેએ કહ્યું, સાવંત કટ્ટર શિવસૈનિક છે. તેમની પાર્ટીને સન્માન ન મળ્યું તો મંત્રી પદ છોડી દીધું. આવા શિવસૈનિકો મારી શક્તિ છે.
રાજ્યના બીજેપી ચીફ ચંદ્રકાંત પાટિલે જ્યારે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની શુભકામના આપી હતી. બીજેપી સાથે જવાનો વિકલ્પ અમે ખતમ નથી કર્યો. સંબંધ ભાજપે કાપ્યો છે. અમે ખરાબ સમયમાં પણ ભાજપને સાથ આપ્યો. મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી નથી ઈચ્છતાઃ શરદ પવાર; કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ: અહમદ પટેલ મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી મોડાસાના દાવલી પાસે ટ્રકે મુસાફરો ભરેલી રીક્ષાને લીધી અડફેટે, શામળાજી દર્શન કરી પરતા ફરતા 4 શ્રદ્ધાળુના મોત
Continues below advertisement
Sponsored Links by Taboola