1950માં લતા મંગેશકરે લીધી હતી સેલ્ફી, હવે ફેન્સ સાથે શેર કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Aug 2018 09:02 AM (IST)
1
લતા મંગેશકર સોસિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તાજેતરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કરતી ટ્વિટ પણ કરી હતી. આ ટ્વિટમાં તેણે વાજપેયીની કવિતાઓ પર બનાવેલા તેના આલબમનું એક ગીત પણ પોસ્ટ કર્યું હતું.
2
મુંબઈઃ દેશની જાણીતી ગાયિકા અને કોકિલ કંઠી લતા મંગેશકરે ટ્વિટર પર તેના જૂના દિવસોને યાદ કરતી એક પોસ્ટ શેર કરી છે. લતા મંગેશકરે તેનો ફોટો પોસ્ટ કરીને જણાવ્યું કે આ તેણે ખુદ ખેંચેલી તસવીર છે.
3
આ તસવીર બાદ લતાએ વધુ એક તસવીર શેર કરી છે. જેમાં તે અન્ય કોઈને ફોટો DSLP કેમેરાથી ખેંચતી નજરે પડી રહી છે. આ ફોટોના કેપ્શનમાં તેણે વર્લ્ડ ફોટોગ્રાફી ડે લખ્યું છે.
4
લતાએ પોસ્ટમાં લખ્યું કે, નમસ્કાર. આ ફોટો 1950ના દાયકાનો છે અને મેં જાતે પાડેલો ફોટો શેર કરી રહી છું. આજે આ રીતે ખુદની ખેંચેલી તસવીરને સેલ્ફી કહેવામાં આવે છે.