Leapord Viral Video: હાલ સોશિયલ મીડિયા પર દીપડાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તમે દીપડાને રસ્તા પર ચાલતા જોઈ શકો છો. રસ્તા પર રખડતા આ દીપડાને જોવા માટે રસ્તા પર મોટી ભીડ પણ એકઠી થઈ છે. આશ્ચર્યની વાત એ છે કે આ દીપડો અચાનક એક વ્યક્તિ પાસે પહોંચી જાય છે અને તેની સાથે રમત કરવા લાગે છે.


હિમાચલના રસ્તાઓ પર દીપડાઓ વારંવાર જોવા મળે છે. સ્થાનિક લોકો માટે આ સામાન્ય બાબત છે. આ વાયરલ વીડિયોમાં તમે દીપડાને સ્થાનિક વ્યક્તિ સાથે મસ્તી કરતા જોઈ શકો છો. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે દીપડો વારંવાર વ્યક્તિ પર ચઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે એ માણસ ખૂબ જ સતર્કતાથી અને સાવધાનીપૂર્વક ઊભો છે. જો કે, દીપડો આ વ્યક્તિને કોઈ નુકસાની નથી કરતો.


નેટીઝન્સ ચોંકી ગયાઃ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા છે. લોકોના મનમાં આ સવાલ થઈ રહ્યો છે કે, આ ખૂંખાર દીપડો આટલી મસ્તી કઈ રીતે કરી રહ્યો છે? તે વ્યક્તિ પર હુમલો પણ નથી કરી રહ્યો અને કોઈ પ્રકારનો ડર પણ ઉભો કરી રહ્યો નથી. વીડિયો જોઈને થાય છે કે, જાણે આ દીપડો નથી પણ પાલતુ શ્વાન હોય અને તેના માલિક સાથે મસ્તી કરી રહ્યો હોય.




વીડિયો વાયરલ થઈ રહ્યો છેઃ
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર malik.afsaar નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. 11 જુલાઈના રોજ પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 3 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ વીડિયો પર નેટીઝન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.