#MeToo: લતા મંગેશકરે કહ્યું- મારી સાથે ખરાબ વ્યવહાર કરનારા બચી શકતા નહોતા
મીટુ અભિયાન અંગે તેણે કહ્યું કે, કાર્યસ્થળે મહિલાને સન્માન અને મોકળાશ આપવી જોઈએ અને તેની ગરિમા પણ જાળવવી જોઈએ. જેની તે અધિકારી પણ છે. જો તેમાં કોઈ જબરદસ્તીથી હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરે તો તેને સજા જરૂર મળવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈઃ દરેક મહિલાને તેમની ગરિમાનું સન્માન હોવું જોઈએ અને તેની તે અધિકારી પણ છે તેમ મહાન ગાયિકા લતા મંગેશકરનું માનવું છે. ભારતમાં યૌન શોષણ સામે #MeTooની લહેર વચ્ચે તેણે કહ્યું કે, મારી સાથે ખરાબ વ્યવહાર કરનાર બચી શકતા નહોતા.
તેની બહેન મીનાની બાયોગ્રાફિ ‘મોતી તિચી સાવલી’માં તેના અંગે કરવામાં આવેલા અનેક ખુલાસા પર લતાએ કહ્યું, મને મારી બહેનથી સારી રીતે કોણ ઓળખી શકે ? તે મારા જન્મથી જ મારી જિંદગીનો હિસ્સો છે. મીનાની દીકરી રચના મારી ઘણી નજીક છે અને ઘણા કાર્યક્રમોમાં મારી સાથે પણ આવી ચુકી છે.
લતાએ એમ પણ કહ્યું કે, મારા પર લખવામાં આવેલા કોઈપણ પુસ્તકથી હું ખુશ નથી. લેખકોએ મને પૂછ્યા વગર, તથ્યોની તપાસ કર્યા વિના તેમની રીતે લખ્યું છે. કેટલાક પુસ્તકોમાં અપમાનજનક પણ લખવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -