Raju Srivastava Death: રાજુ શ્રીવાસ્તવના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, ગુરુવારે દિલ્હીમાં થશે અંતિમ વિધિ

Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Sep 2022 04:23 PM
આવતીકાલે થશે અંતિમ વિધિ

રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કારની વિધી અંગે પરીવારે જાણકારી આપી છે. જે મુજબ આવતીકાલે 22 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં આવેલા નિગમબોધ ઘાટ ખાતે રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.





રાજકારણમાં પણ હાથ અજમાવ્યો

કોમેડી સિવાય રાજુ શ્રીવાસ્તવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. રાજુએ 2014માં લોકસભા ચૂંટણી માટે કાનપુર સીટથી સમાજવાદી પાર્ટીની ટિકિટ આપી હતી પરંતુ 11 માર્ચ 2014ના રોજ શ્રીવાસ્તવે એ કહીને ટિકિટ પાછી આપી હતી કે તેમને પાર્ટીના સ્થાનિક એકમો તરફથી પૂરતું સમર્થન મળતું નથી. તે પછી, તેઓ 19 માર્ચ 2014 ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બનવા માટે નામાંકિત કર્યા હતા. ત્યારથી તેઓ જુદા જુદા શહેરોમાં પોતાના કાર્યક્રમો દ્વારા સ્વચ્છતાને આગળ વધાર્યું હતું.

લાફ્ટર ચેલેન્જે જીવન બદલી નાખ્યું

રાજુ સ્ટેજ શો, ફિલ્મો અને ટીવી સિરિયલોમાં નાની ભૂમિકાઓ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ જ્યારે તેણે સ્ટારના શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં ભાગ લીધો ત્યારે તેનું જીવન બદલાઈ ગયું. આ શોમાં ભલે રાજુ સેકન્ડ રનર અપ રહ્યો પરંતુ ગજોધર ભૈયા કે અમિતાભ બચ્ચનની મિમિક્રી રાજુએ દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી. તે પછી, તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

મુંબઈમાં સંઘર્ષ થયો

1982 માં, ઉત્તર પ્રદેશના કેટલાક મોટા શહેરોમાં કાનપુરનું નામ બનાવ્યા પછી, રાજુ મુંબઈ ગયો. પરંતુ મુંબઈમાં સ્થાન બનાવવું એટલું સરળ નહોતું. શરૂઆતના દિવસોમાં તેણે કેટલાક સ્થાનિક ઓર્કેસ્ટ્રા સાથે સ્ટેજ શો કર્યા હતા. આ દરમિયાન તેઓ ઘણીવાર અમિતાભ બચ્ચનની નકલ કરતા હતા અને તેમને છોટા અમિતાભ કહેવામાં આવતા હતા. આ સમય દરમિયાન તેને કેટલીક ફિલ્મોમાં બ્રેક પણ મળ્યો જેમાં મૈને પ્યાર કિયા અને તેઝાબ જેવી મોટી ફિલ્મોનો સમાવેશ થાય છે. જો કે, તેમની આ ભૂમિકાઓએ તેમને ઉદ્યોગમાં વધુ ઓળખ બનાવવામાં મદદ કરી.

શોલેએ રાજુનું ભાગ્ય બદલી નાખ્યું

રાજુ શ્રીવાસ્તવ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મોટા ફેન હતા એ વાત કોઈનાથી છુપી નથી. તે ઘણીવાર તેના અભિનયમાં તેની નકલ કરતા જોવા મળતા, તેણે ઘણી વખત પરફોર્મ કર્યું છે, ખાસ કરીને કૌન બનેગા કરોડપતિને લઈને. શોલે ફિલ્મ જોઈને રાજુના નસીબે વળાંક લીધો. કહેવાય છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પાત્ર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેના વિશે ઘણા કોમિક નાટકો કર્યા હતા.

શોલેએ રાજુનું ભાગ્ય બદલી નાખ્યું

રાજુ શ્રીવાસ્તવ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મોટા ફેન હતા એ વાત કોઈનાથી છુપી નથી. તે ઘણીવાર તેના અભિનયમાં તેની નકલ કરતા જોવા મળતા, તેણે ઘણી વખત પરફોર્મ કર્યું છે, ખાસ કરીને કૌન બનેગા કરોડપતિને લઈને. શોલે ફિલ્મ જોઈને રાજુના નસીબે વળાંક લીધો. કહેવાય છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પાત્ર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેના વિશે ઘણા કોમિક નાટકો કર્યા હતા.

શોલેએ રાજુનું ભાગ્ય બદલી નાખ્યું

રાજુ શ્રીવાસ્તવ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મોટા ફેન હતા એ વાત કોઈનાથી છુપી નથી. તે ઘણીવાર તેના અભિનયમાં તેની નકલ કરતા જોવા મળતા, તેણે ઘણી વખત પરફોર્મ કર્યું છે, ખાસ કરીને કૌન બનેગા કરોડપતિને લઈને. શોલે ફિલ્મ જોઈને રાજુના નસીબે વળાંક લીધો. કહેવાય છે કે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનું પાત્ર જોઈને તેઓ એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે તેના વિશે ઘણા કોમિક નાટકો કર્યા હતા.

કવિ પરિવારમાં જન્મ

રાજુ શ્રીવાસ્તવનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો હતો. રાજુના પિતા રમેશચંદ્ર શ્રીવાસ્તવ જાણીતા કવિ હતા અને તેઓ બલાઈ કાકા તરીકે પ્રખ્યાત હતા. કાનપુરમાં તેમના પિતાનો વિશેષ દરજ્જો હતો. શરૂઆતના દિવસોમાં રાજુને સેલેબ્સની મિમિક્રી કરવાનો શોખ હતો, જેના દ્વારા તે લોકોનું મનોરંજન કરતો હતો. ધીરે ધીરે રાજુ શ્રીવાસ્તવે માત્ર ઘર અને શાળામાં જ નહીં પણ બર્થજે પાર્ટીઓ વગેરેમાં પણ લોકોનું મનોરંજન કરવાનું શરૂ કર્યું. જો કે, આ શોખ માટે તેની માતા તેને ઘણી વાર ઠપકો આપતી હતી કારણ કે તે ઈચ્છતી હતી કે રાજુ ભણીને ગણીને સારી નોકરી કરે. પરંતુ નિયતિને કંઇ બીજું જ મંજૂર હતું.

Raju Srivastava Biography

સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ એટલે કે સૌ કોઇના  પ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે આજે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિલ્હીની એમ્સ દાખલ રાજુ શ્રીવાસ્તવે  છેલ્લા 42 દિવસથી જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ લડી રહેલા રાજુ શ્રીવાસ્તવ આખરે જીવનની આ લડાઈ હારી ગયા અને  દુનિયાને  અલવિદા કહી દીધું. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે જીમમાં તેઓ બેભાન થઇ ગયા હતા બાદ તેને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. 10મીએ જ  રાજુની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. રાજુ શ્રીવાસ્તવની દિલ્હીની AIIMSમાં સારવાર ચાલી રહી હતી. રાજુ શ્રીવાસ્તવ એન્જીયોપ્લાસ્ટીથી વેન્ટિલેટર પર હતા. રાજુના પરિવારની વાત કરીએ તો વર્ષ 1993માં રાજુએ શિખા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે, પુત્રી અંતરા અને પુત્ર આયુષ્માન.

પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

રાજુ શ્રીવાસ્તવના નિધનથી શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ પણ તેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ અંગે ટ્વિટ કર્યુ છે.





રાજુ શ્રીવાસ્તવના નિધનથી કલા જગતને મોટી ખોટ પડીઃ અમિત શાહ

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા

યોગી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું

રાજુની કૉમેડિના હતા લાખો દિવાના

વર્ષો પછી વર્ષો વીતી ગયા પણ રાજુને તે ખ્યાતિ મળી રહી નથી જે તે હકદાર હતો. પરંતુ ત્યારપછી વર્ષ 2005 આવ્યું અને ત્યાંથી રાજુ શ્રીવાસ્તવનું ભાગ્ય બદલાઈ ગયું. હા, આ વર્ષે પ્રખ્યાત કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જમાં રાજુ શ્રીવાસ્તવે પોતાની કોમેડી કૌશલ્યથી દરેકના દિલ જીતી લીધા હતા અને આ શોથી રાજુ શ્રીવાસ્તવનું નામ ગજોધર ભૈયા તરીકે ફેમસ થયું હતું.


 

રાજુએ મોટો સંઘર્ષ કર્યો

રાજુ શ્રીવાસ્તવે 80 ના દાયકાથી મનોરંજનની દુનિયામાં સંઘર્ષ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તેઓ તેમની પ્રતિભા અનુસાર ઓળખ મેળવી શક્યા ન હતા. જો કે, આ સમય દરમિયાન રાજુ શ્રીવાસ્તવે ચોક્કસપણે બોલિવૂડ સુપરસ્ટાર અનિલ કપૂરની ફિલ્મ તેઝાબ સાથે હિન્દી સિનેમા જગતમાં પગ મૂક્યો હતો. તેમ છતાં રાજુને હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી હતી.

રાજુના પીએ શું કહ્યું ?

રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ બાદ તેમના પીએ રાજેશ શર્માએ એબીપી ન્યૂઝ સાથે વાત કરી હતી. તેણે કહ્યું કે અમને આશા છે કે તે ઠીક થઈ જશે. તેણે કહ્યું કે હું મુંબઈમાં છું, મેં હમણાં જ વાત કરી છે. રાજુભાઈનું નિધન આપણા સૌ માટે મોટી ખોટ છે.

58 વર્ષે કૉમેડિયને કહ્યું દુનિયાને અલવિદા

58 વર્ષે કૉમેડિયનનું નિધન





ડોક્ટરો રાજુ શ્રીવાસ્તવને બચાવી ના શક્યા

રાજુ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમની હાલત નાજુક હતી. કોમેડિયનને પહેલા આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા. તમામ પ્રયાસો પછી પણ ડોક્ટરો રાજુ શ્રીવાસ્તવને બચાવી શક્યા ન હતા અને બધાને હસાવનાર કોમેડિયન બધાને રડાવીને આ દુનિયામાંથી કાયમ માટે ચાલ્યા ગયા.

એઇમ્સમાં ચાલતી હતી સારવાર

10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવન અને મૃત્યુ વચ્ચેની લાંબી લડાઈ લડ્યા બાદ આજે આ કોમેડિયનનું નિધન થયું છે.

હંસાવનારો રડાવી ગયો, રાજૂ શ્રીવાસ્તવ નિધન

Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી. 

બ્રેકગ્રાઉન્ડ

Raju Srivastava Died: કોમેડીની દુનિયાના સૌથી પ્રખ્યાત અને ભારતના શ્રેષ્ઠ હાસ્ય કલાકારોમાં ગણાતા રાજુ શ્રીવાસ્તવ હવે આ દુનિયામાં નથી. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જીવન અને મૃત્યુ વચ્ચેની લાંબી લડાઈ લડ્યા બાદ આજે આ કોમેડિયનનું નિધન થયું છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.