Hina Khan Beaty secret: ફિટનેસ ઉત્સાહી હિના ખાન માને છે કે ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેનાથી માત્ર માનસિક શાંતિ જ નથી વધતી પણ વધુ વજન ઉપાડવાની ક્ષમતા પણ વધે છે. 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ અભિનેત્રી હિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ વિભાગમાં જઈને તેના તાજેતરના વર્કઆઉટ સેશનના કેટલાક વીડિયો શેર કર્યા છે.


 હિના ખાન આટલી ફિટ કેમ છે?


વીડિયોમાં હિનાએ નિયોન ગ્રીન ટી-શર્ટ અને ગ્રે ટાઈટ્સ પહેરી છે. તેણીએ તેના વાળ પોનીટેલમાં બાંધ્યા છે અને ઊંડા શ્વાસ લેતી વખતે વજન ઉઠાવી રહી છે. વીડિયોની સાથે, 'હેક' અભિનેત્રીએ એક લાંબી નોંધ લખી છે, જેમાં બ્રિઘિંગ એક્સરસાઇઝમાં ના ફાયદા વિશે જણાવ્યું છે.  તેમણે લખ્યું કે,     "તમારા શ્વાસને રોકવાની આદત બનાવવાથી  ફેફસા મજબૂત બને તેમજ બ્લડપ્રેશર પણ નોર્મલ થાય છે. જો કે આ સમયે કેટલી સાવધાની વર્તવી જરૂરી છે નહિતો તમારું બ્લડ પ્રેશર વધી શકે છે, જેનાથી ચક્કર, ઉલટી અથવા હાર્ટ એટેક પણ આવી શકે છે.                                                                                                       


 






એક્ટ્રેસે શેર કર્યુ ફિટનેસ રૂટીન


એક્સરસાઇઝ કરતી વખતે ઊંડા શ્વાસ લેવાની પ્રેકટિસ કરો. ઉડાં શ્વાસ આપની બ્લડપ્રેશરને ઓછું કરે છે. માનસિક શાંતિ આપે છે. બધી જ માંસપેશીને મજબૂત કરે તેમજ વધુ વજન વધારવાની ક્ષમતા પણ વધારે છે.


તેમણે કહ્યું કે, વેટ ટ્રેનિંગ માત્ર સારા ફોર્મ વિશે નથી, ઊંડા શ્વાસ લેવા અને સારી રીતે શ્વાસ લેવા આટલા જ જરૂરી છે. સ્ટ્રેન્થ ટ્રેનિંગ દરમિયાન શ્વાસ પર ધ્યાનઆપવું ખરેખરઆ એક પ્રાણાયામ અને મેડિટશન સાથે જોડાયેલી પ્રક્રિયા છે જે વર્ક કરે છે.